________________
ઇન્દ્રભૂતિ જીવના અવિ વિશે ચર્ચા
[૧૯ ભગવાન– એમ કહીને મારો પરિશ્રમ ઓછો કર્યો છે, કારણ, મારો મૂળ
ઉદેશ જીવનું અસ્તિત્વ સિદ્ધ કરવાનો છે. તે જે સિદ્ધ થતો હોય શરીર જીવન તો પછી તેને આશ્રય તો સ્વતઃ સિદ્ધ થઈ જ જશે, કારણ, તે આશ્રય છે નિરાશ્રય તે નથી. તે શરીરમાં જીવનો નિષેધ કર્યો તેથી તેની
વિદ્યમાનતા તે ઉક્ત નિયમથી સિદ્ધ થઈ જ ગઈ. હવે તે વસ્તુતઃ શરીરમાં છે કે નહિ એ પ્રશ્ન વિચારવાનો છે. જીવિત શરીરમાં જીવની ઉપસ્થિતિમાં ચિહને જ્ઞાનાદિ દેખાતાં હોય તે શા માટે તે શરીરમાં જીવ ન માન એ તું જ બતાવ.
ઇન્દ્રભૂતિ શરીરમાં જીવ માનવાને બદલે શરીરને જ જીવ માનવામાં શું વાંધે ?
ભગવાન–શરીરમાં જીવ હોય છે ત્યાં સુધી “આ જીવે છે એવો વ્યવહાર થાય છે, પણ શરીરથી જીવનો સંબંધ છૂટી જાય છે ત્યારે આ મરી ગયો’ એ વ્યવહાર થાય છે. વળી, જીવમાં મૂર્છા આવે છે ત્યારે “આ મૂછિત થઈ ગયે છે એમ કહેવાય છે–ઇત્યાદિ વ્યવહાર માત્ર શરીરને જ જીવ માનવામાં આવે તે ઘટી શકે નહિ. (૧૫૭૪) વળી, “જીવ’ એ પદ ઘટ’ પદની જેમ યુપત્તિવાળું શઠ પદ હોવાથી સાર્થક
હોવું જોઈએ—અર્થાત “જીવપદનો કઈ અર્થ હોવો જોઈએ. જે પદ છવપદ સાર્થક છે સાર્થક નથી હોતું તે વ્યુત્પત્તિવાળું શુદ્ધ પદ પણ નથી હોતું; જેમ
| ડિથ કે ખરવિષાણ આદિ પદ. “જીવ'પદ તે તેવું નથી–અર્થાત તે તે વ્યુત્પત્તિવાળું પદ છે, માટે તેનો અર્થ હોવો જોઈએ.
ઇન્દ્રભૂતિ–દેહ જ જીવ’પદનો અર્થ છે; તેથી ભિન્ન બીજી કોઈ વસ્તુ “જીવ'. પદનો અર્થ નથી. શાસ્ત્રવચન પણ કહે છે કે “જીવ શબ્દ દેહ માટે જ વપરાય છે, જેમ કે આ જીવ છે, તેનો ઘાત નથી કરતો.” તાત્પર્ય એ છે કે જીવ તો તમે નિત્ય માનો છે; એટલે એના ઘાતનો તે પ્રશ્ન જ નથી શરીરને જ ઘાત થાય છે. માટે ઉક્ત વચનમાં જીવના ઘાતનો નિષેધ જે બતાવ્યો છે તે જીવશબ્દનો અર્થ શરીર માનીને જ છે. ભગવાન–છપદને અર્થ શરીર ઘટી ન શકે, કારણ કે જીવશબ્દના પર્યા
શરીરશબ્દના પર્યાથી જુદા છે. જે શબ્દોના પર્યાયમાં ભેદ હોય દેહ છવપદને તે શબ્દના અર્થમાં પણ ભેદ હોવો જોઈએ. જેમ ઘટશબ્દ અને અર્થ નથી આકાશશબ્દના પર્યાયે જુદા જુદા છે તો બને શબ્દોના અર્થ પણ
જુદા છે, તેમ શરીર અને જીવના પર્યાયે પણ જુદા છે...જેમકે જીવના પર્યાયે જતુ, પ્રાણી, સરવ, આમા આદિ છે, જ્યારે શરીરપદના પર્યાયે દેહ, વપુ, કાય, કલેવર આદિ છે. આમ પર્યાયોને ભેદ છતાં જે અર્થમાં અભેદ હેય તો
१ "देह एवाऽयमनुप्रयुज्यमानो दृष्टः, यथैष जीवः, एनं न हिनस्ति"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org