________________
૧૬] ગણધરવાદ
[ગણધર ઇન્દ્રભૂતિ-સંશયવિષયભૂત પદાર્થ અવશ્ય વિદ્યમાન હોય તો કેટલાકને ખરના વિષાણ-શિંગડા વિષે પણ સંશય થતો હોવાથી ખરનું વિષાણ પણ વિદ્યમાન માનવું પડશે.
ભગવાન–મેં તે કહ્યું જ છે કે સંશયની વિષયભૂત વતુ સંસારમાં ગમે ત્યાં હોવી જ જોઈએ. અવિદ્યમાનમાં સંશય થાય જ નહિ. પ્રસ્તુતમાં સંશયવિષયભૂત વિષાણુ ખરને ભલે ન હોય, પણ અન્યત્ર ગાય વગેરેને તો છે જ. જગતમાં વિષાણુને સર્વથા અભાવ હોય તો તે વિશે સંદેડ થાય જ નહિ. આ જ પ્રમાણે વિપર્યયજ્ઞાનમાં અર્થાત ભ્રમજ્ઞાનમાં પણ સમજી લેવાનું છે. વિશ્વમાં જે સર્વથા સર્પને અભાવ હોય તો દેરીના ટૂકડામાં સર્પનો ભ્રમ થઈ શકે જ નહિ. આ ન્યાયે શરીરમાં જે તે આત્માને
મ માનતો હોય તે પણ આત્માનું અસ્તિત્વ ત્યાં નહિ તો અન્યત્ર માનવું જ પડશે. જીવન સર્વથા અભાવ હોય તે તેને ભ્રમ થઈ શકે નહિ. (૧૫૭૨)
વળી, બીજે પ્રકારે પણ જીવને સિદ્ધિ કરી શકાય છે. તે આ પ્રમાણે.—અજીવને
પ્રતિપક્ષી કઈ હોવો જોઈએ, કારણ કે અજીવમાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ અજીવના પદને પ્રતિષેધ થયેલ છે. જ્યાં જ્યાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદને પ્રતિપક્ષી-રૂપે પ્રતિષેધ હોય છે ત્યાં ત્યાં તેને પ્રતિપક્ષી હોય છે; જેમ “અઘટીને જીવની સિદ્ધિ પ્રતિપક્ષી “ઘટ” છે. અહીં “અઘટ’ કહીએ છીએ ત્યારે તેમાં ‘ઘટ”
એવા વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદને નિષેધ થયેલ છે, તેથી “અઘટીને વિરોધી “ઘટ” અવશ્ય વિદ્યમાન છે. જેને પ્રતિપક્ષી નથી હોતે તેમાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો નિષેધ પણ નથી હોતો; જેમ અખરવિષાણુ અગર અડિથમાં. આમાં ખરવિષાણુ એ શુદ્ધ પદ નથી, કારણ કે તે સામાસિક છે, અને ડિથ એ વ્યુત્પત્તિવાળું નથી, આથી એ બન્નેને વ્યુત્પત્તિવાળાં શુદ્ધ પદ કહી શકાય નહિ. એટલે અખરવિષાણનું વિરોધી ખરવિષાણ અને અડિત્યનું વિરોધી ડિલ્થ એ બનેની વિદ્યમાનતા આવશ્યક નથી, પણ અજીવમાં તે તેમ નથી, તેમાં તો વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદ છવનો નિષેધ થયેલે છેતેથી જીવનું અસ્તિત્વ અવશ્ય હોવું જોઈએ. વળી, “જીવ નથી” એમ તુ કહે છે તેથી જ જીવનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય
છે, કારણ જે જીવ સર્વથા હોય જ નહિ તે “જીવ નથી' એ નિય હોવાથી પ્રયોગ જ થાય નહિ. જેમ દુનિયામાં જે ઘડો કયાંય ન જ - જીવસિદ્ધિ હોય તો “ઘડો નથી” એવો પ્રયોગ જ ન થાય; તેમ જીવ જે સર્વથા ન હોય તે “જીવ નથી” એ પણ પ્રયોગ ન થાય.
૧. લાકડાને હાથી “ડિત્ય' કહેવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org