SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ લઈને આવે છે તેથી આ જન્મમાં તેણે કશું જ ન કર્યું હોય છતાં સુખ-દુઃખને ભાગી બને છે. આ કલ્પનાને બળે જ પ્રાચીન કાળથી માંડીને અત્યાર સુધીના ધાર્મિક કહેવાતા મનુષ્ય પોતાના સદાચારમાં નિષ્ઠા અને દુરાચારની હેયતા ગૃહીત કરી છે. અને જીવનના અંત મૃત્યુ સાથે માનવા તૈયાર નથી રહ્યો, પણ જન્મ-જન્માંતરની કલ્પના કરીને કરેલા કર્મને કયારેક તે બદલે મળવાને જ છે એ આશાએ સદાચારમાં નિષ્ઠા ટકાવી રાખી છે, અને પરલોક વિશે વિવિધ કલ્પના કરી છે. વૈદિક પરંપરાની દૃષ્ટિએ વિચાર કરીએ તો દેવેક અને દેવોની કલ્પના પ્રાચીન છે. પણ વેદમાં દેવલોક એ મનુષ્યને મૃત્યુ પછીને પરલોક છે એ ક૯પનાને સ્થાન બહુ મોડું મળ્યું છે. નરક અને નારકે વિશેની કલ્પના તે વેદમાં તદ્દન અસ્પષ્ટ જ છે. વિદ્વાનોનું માનવું છે કે પરલોક અને પુનર્જન્મની કલ્પને વૈદિકે એ જે કરી છે તેમાં અવૈદિકાની અસર કારણભૂત છે.' જેનોએ જેમ કર્મવિદ્યાને એક શાસ્ત્રનું રૂપ આપ્યું છે તેમ કર્મવિદ્યા સાથે અવિચિછન ભાવે સંકળાયેલ પરલોકવિદ્યાને પણ શાસ્ત્રનું રૂપ આપ્યું છે. એ જ કારણ છે–જૈનેની દેવ અને નારકો વિશેની કલ્પનામાં વ્યવસ્થા છે અને એકસૂત્રતા પણ છે. આગમથી માંડીને અત્યાર સુધીમાં રચાયેલા જૈન સાહિત્યમાં દેવ અને નારકના વર્ણનમાં નજીવા અપવાદો બાદ કરીએ તે કશો જ વિસંવાદ નજરે પડતા નથી, જ્યારે બૌદ્ધોમાં એ વિદ્યા ૫રાઈ છે તે તેમના ગ્રન્થને અધ્યેતાને ડગલે ને પગલે સ્વીકારવું પડે છે. પ્રાચીન સૂત્રગ્રન્થમાં દેવેની કે નારની સંખ્યામાં એકરૂપતા નથી, એટલું નહિ, પણ જે અનેક પ્રકારે દેવોનાં નામો આવે છે તેમાં વર્ગીકરણ અને વ્યવસ્થા પણ નથી; પરંતુ અભિધમ્મકાળમાં બૌદ્ધ ધર્મમાં દેવો અને નારકની સુવ્યવસ્થા થઈ છે. વળી પ્રેતાનિ જેવી નિની કલ્પના પણ બૌદ્ધધર્મ સાથે કે તેના સિદ્ધાન્ત સાથે કશે જ મેળ ધરાવતી ન હોવા છતાં લૌકિક આચારને આધારે સ્વીકારાઈ છે એ પણ સ્પષ્ટ છે.? વૈદિક દેવ અને દેવીઓ વેદમાં વર્ણિત મેટા ભાગના દેવો પ્રાકૃતિક વસ્તુઓને આધારે ક૯૫વામાં આવ્યા છે. પ્રથમ તો અનિ જેવા પ્રાકતિક પદાર્થો જ દેવ મનાયા હતા. પરંતુ ક્રમે કરી અગ્નિ આદિ તરવથી પૃથક અગ્નિ આદિ રવાની કલ્પના કરવામાં આવી. એવા પણ કેટલાક દે છે જેને સંબધ પ્રકતિગત કોઈ વસ્તુ સાથે સહજ ભાવે જોડી શકાતો નથી; જેમ કે વરુણ આદિ, એવા પણ કેટલાક દે છે જેને સંબંધ પ્રિયા સાથે છે, જેમકે વષ્ટ, ધાતા, વિધાતા આદિ. દવાના વિશેષણ તરીકે વપરાયેલા શબદના આધારે તે તે નામના સ્વતંત્ર દેવ પણ કલ્પવામાં આવ્યા છે, જેમ કે વિશ્વકર્મા એ ઇન્દ્રનું વિશેષણ હતું, પણ તે નામને એક સ્વતંત્ર દેવ પણ કપાય છે. એ જ પ્રમાણે પ્રજાપતિ વિશે પણ બન્યું છે. વળી ૧. જુઓ રાનડે અને બેલકર કૃત Creative Period, p. 375. ૨. જુઓ હૈ. લેનું Heaven and Helીનું પ્રાકથન અને Buddhist conception of Spirits. ૩. આ પ્રકરણમાં આપેલી હકીકતોને આધાર ડે. દેશમુખનું પુસ્તક રિલિજિયન ઈન વેદિક લિટરેચર-પ્રકરણ ૯-૧૩ છે, તેની સાભાર નોંધ લઉં છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy