SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ મુખ્ય કારણ માન્યું છે. એની ચર્ચા પ્રસ્તુત પ્રસ્થમાં પણ છે, એટલે અહીં વિસ્તાર અનાવશ્યક છે. આમ છતાં બૌદ્ધોએ જેને ઉપર આક્ષેપ કર્યો છે કે જેને કાયકર્મને જ અથવા કાયદંડને જ મહત્તવને માને છે, તે તેમને ભ્રમ છે. આ ભ્રમ થવાનું કારણ સાંપ્રદાયિક વિષ તે ખરે જ ઉપરાંત જેનાના જે આચારના નિયમો છે તેમાં બાહ્યાચાર વિશે જે અધિક ભાર આપવામાં આવ્યો છે તે પણ છે અને સાથે જ જૈનાએ જે બૌદ્ધોનું આ બાબતમાં ખંડન કર્યું છે તેથી પણ એમ લાગવાને સંભવ છે કે જેને બૌદ્ધોની જેમ મનને પ્રબલ કારણ માનતા નહિ હેય, અન્યથા બૌદ્ધોના એ મતનું શા માટે ખંડન કરે ? જૈનની જેલ બૌદ્ધો પણ મનને જ કર્મનું પ્રધાન કારણ માને છે એ તે કહેવાની જરૂર નથી. ઉપાધિસત્તમાં એ બૌદ્ધ મંતવ્ય સ્પષ્ટ રૂપે મૂકવામાં આવ્યું છે. અને मनापुव्व गमा धम्मा मनासेठ्ठा मने!मया । मनसा चे पदु न भासति वा करोति वा । ततो न दुक्खमन्वेति चक व वहता पद ॥ ધરમપદની આ પ્રથમ ગાથાથી પણ એ મન્તવ્યને પુષ્ટિ મળે છે. આમ છતાં પણ બૌદ્ધ ટીકાકારેએ હિંસા-અહિંસાની વિચારણામાં આગળ જતાં જે વિવેચન કર્યું તેમાં માત્ર મન નહિ પણ બીજી અનેક બાબતોને પણ સમાવેશ કરી દીધો. તેથી તેમના એ મૂળ મતવ્યમાં જે બીજા દાર્શનિકે સાથે એય હતું તે ખંડિત થઈ ગયું.' કર્મફલનું ક્ષેત્ર કર્મના કાયદાની શી મર્યાદા છે ? એટલે કે જીવ અને જડ એ બન્ને પ્રકારની સૃષ્ટિમાં કર્મને કાયદે સંપૂર્ણ ભાવે લાગુ પડે છે કે તેમાં પણ કાંઈ મર્યાદા છે તે અહીં વિચારવાનું છે. કાલ, ઈશ્વર, સ્વભાવ આદિ એકમાત્ર કારણ માનનારા જેમ યાવત્ કાર્યમાં કાલ કે ઈશ્વરાદિને કારણે માને છે તેમ કમ પણ શું બધાં કાર્યોની નિષ્પત્તિમાં કારણ છે કે એને કાંઈ મર્યાદા છે એ વિચારવું , થાય છે. જે વાદીએ એક માત્ર ચેતનતત્તવમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ સ્વીકારે છે તેમને મને તો કર્મ કે અદ્રષ્ટ કે માયા એ સમસ્ત કાર્યમાં સાધારણ નિમિત્ત કારણ છે. અને એથી જ વિશ્વચિત્ર્ય ઘટે છે. યાયિક-વશેષિકે માત્ર એક તત્ત્વમાંથી બધી સૃષ્ટિની ઉત્પત્તિ સવીકારતા નથી, છતાં પણ તેઓ કમ-અદષ્ટને સમસ્ત કાર્યોમાં સાધારણ કારણું માને છે; એટલે કે જડનાં અને ચેતનનાં સમસ્ત કાર્યોમાં અદષ્ટ એ સાધારણું કારણ છે, સૃષ્ટિ ભલે જડ-ચેતનની હોય, પણ તે ચેતનનું પ્રયોજન સિદ્ધ કરતી હોય તેમાં ચેતનનું અદષ્ટ નિમિત્ત કારણ છે એમ તેઓ સ્વીકારે છે. બૌદ્ધદર્શનમાં જડસૃષ્ટિમાં તે કર્મને કાયદે કામ નથી જ કરતે એમ મનાયું છે, એટલું જ નહિ, પણ જીવોની બધી જ વેદના સુધામાં કર્મ કારણ નથી મનાયું. મિલિન્દ પ્રશ્નમાં જીવોની ૧. ગા૦ ૧૭૬૪–૧૭૬૮. ૨. જુઓ મઝિમનિકાય, ઉપાધિસુર ૨. ૨. ૬. ૩. જુઓ સત્રકૃતાંગ ૧. ૧. ૨. ૨૪-૩૨; ૨. ૬. ૨૬-૨૮. વિશેષ માટે જુઓ જ્ઞાનબિ પ્રસ્તાવના પૃ૦ ૩૦-૩૫ અને ટિપણ પૃ૦ ૮-૯૭ ૪. જુઓ વિનયની અઠ્ઠકથામાં પ્રાણાતિપાતને વિચાર અને– પ્રાળ, પ્રાળીજ્ઞાન ઘાતવિર ચ તત્તા ચેષ્ટા { પ્રાશ્વ વિપ્રઃ પુષ્યમિરાતે ëિ R | જેવાં બૌદ્ધ વાક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy