SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ ઉત્પત્તિ જ સ્વીકારે છે. ભાવકને દ્રવ્યકર્મ ઉત્પન્ન કર્યું એમ કહેવાય છે ત્યારે એનો અર્થ એવો. નથી કે પુદ્ગલ દ્રવ્યને ભાવકર્મે ઉત્પન્ન કર્યું. પુદ્ગલ દ્રવ્ય તો અનાદિ કાલથી છે જ એમ જેને સ્વીકારે છે. એટલે એને એટલે જ અર્થ છે કે પુદગલમાં ભાવક કાંઈક એ સંસ્કાર કર્યો જેથી તે પુદ્ગલ કર્મરૂપ પરિણામને પામ્યું. આ રીતે ભાવકર્મથી પુગલમાં જે વિશેષ સંસકાર ઉત્પન થયો તે જ જૈન મતે વસ્તુતઃ કર્મ છે. પણ એ સંસ્કાર પુદગલ દ્રવ્યથી અભિન્ન હોવાથી જ એ સંસ્કારને પુદગલ કહેવામાં આવે છે. આ રીતે વિચારતાં નિયાયિકના સંસ્કારમાં અને જૈનસંમત દ્રવ્યકર્મમાં વિશેષ ભેદ રહેતો નથી. જૈનાએ સ્કૂલ શરીર ઉપરાંત સૂક્ષ્મ-શરીર માન્યું છે. જેને તેને “કામણ શરીર”ના નામે ઓળખે છે. એ જ કામણ શરીરને કારણે સ્થૂલ શરીરની નિષ્પત્તિ થાય છે. નિયાયિકે કામણ શરીરને “અવ્યકત શરીર” પણ કહે છે. જેને પણ તે શરીરને અતીન્દ્રિય માને છે તેથી તે અવ્યક્ત જ છે. વૈશેષિક દર્શનની માન્યતા પણ તૈયાયિકોને જ મળતી છે, પ્રશસ્તપાદે જે ૨૪ ગુણો ગણાવ્યા છે તેમાં એક અદૃષ્ટ નામનો ગુણ પણ ગણાવ્યો છે. જો કે એ ગુણ સંસ્કાર નામના ગુણથી ભિન્ન જ ગણુર છે, પણ તેને જે ધર્મ અને અધર્મ એવા બે ભેદ કર્યા છે તે ઉપરથી જણાય છે કે પ્રશસ્તપાદ ધર્માધર્મને સંસ્કાર શબ્દથી નહિ પણ અદૃષ્ટ શબ્દથી ઓળખાવે છે. આ માન્યતાભેદ નહિ પણ માત્ર નામભેદ છે, એમ સમજવું જોઈએ, કારણ તૈયાયિકના સંસ્કારની જેમ અદષ્ટને પ્રશસ્ત પાદે આત્મગુણ જ કહ્યો છે. ન્યાય અને વશેષિક દર્શનમાં પણ દોષથી સંસ્કાર અને સંસ્કારથી જન્મ અને જન્મથી દોષ અને પાછા દોષથી સંસ્કાર અને જન્મ, આ પરંપરા અનાદિકાળથી જ બીજાંકુરની જેમ માનવામાં આવી છે તે જૈનસંમત ભાવકર્મ અને દ્રવ્યકર્મની પૂર્વોક્ત અનાદિ પરપરા જેવી જ છે. ગદર્શનની કર્મ પ્રક્રિયા તો જૈનદર્શન સાથે અત્યંત સામ્ય ધરાવે છે. ગદર્શનાનુસાર અવિદ્યાઅમિતા-રાગ-દ્વેષ-અભિનિવેશ એ પાંચ કલેશ છે એ પાંચ કલેશને કારણે કિલષ્ટવૃત્તિ-ચિત્તવ્યાપારઉપન થાય છે અને તેથી ધર્મઅધર્મરૂ ૫ સ સ્કાર ઉત્પન્ન થાય છે. આમાં કલેશને ભાવકમ, વૃત્તિને યોગ અને સંસ્કારને દ્રવ્યકર્મને સ્થાને મૂકી શકાય એમ છે. સંસ્કારને વાસના, કર્મ અને અપૂર્વ એવાં પણ નામ યોગદર્શનમાં આપવામાં આવ્યાં છે. વળી, એગદર્શનમાં કલેશ અને કર્મના, જેનેની જેમ, અનાદિ કાર્યકારણભાવ બીજાંકુરની જેમ જ માનવામાં આવ્યો છે. જૈન અને ગપ્રક્રિયાને જે ભેદ છે તે એ છે કે કલેશ, કિલરવૃત્તિ અને સંસ્કાર એ બધાંના १. द्वे शरीरस्य प्रकृती व्यक्ता च अव्यकत। च, तत्र अव्यक्तायाः कर्म माख्यातायाः प्रकृतेरुपभोगात प्रक्षयः । प्रक्षीणे च कर्मणि विद्यमानानि भूतानि न शरीरमुत्पादयन्ति इति उपपन्नोऽपवर्गः:। ન્યાયવાર ૩, ૨૬૮ ૨. પ્રશસ્તપાદ ભાષ્ય-પૃ. ૪૭, ૬૩૭, ૬૪૩ ૩. ન્યાયમંજરી પૃ૦ ૫૧૩ ૨ ચગદર્શન ભાષ્ય ૧, ૫૨, ૩, ૨. ૧૨; ૨ ૧૩-અને તેની તવશ રહી, ભાસ્વતી આદિ ટીકાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy