SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ સંયમ, સત્યભાષણ આ બધાથી પુણ્ય થતું નથી; એમાં જરા પણ પુણ્ય નથી.'' અક્રિયાવાદનું આવું જ વર્ણન જૈન સૂત્રકૃતાંગમાં પણ છે. પૂરણને આ અક્રિયાવાદ પણ નિયતિવાદને જ મળત છે. અજ્ઞાનવાદીઓ સંય બેલઠ્ઠી પુત્રને જે મત છે તેને નાસ્તિક તે ન કહી શકાય, પણ આસ્તિક કેટિંમાં તેને મૂકી શકાય તેમ છે નહિ. ખરી રીતે તેને તાર્કિક કોટિમાં મૂકો જોઈ એ. તેણે પરલેક, દેવ, નારક, કર્મ, નિર્વાણ જેવા અદશ્ય પદાર્થો વિશે સ્પષ્ટ રૂપે કહી દીધું કે તે બાબતમાં કશો જ વિધિરૂપ, નિષેધરૂપ, ઉભયરૂપ કે અનુભય રૂ૫ નિર્ણય કરી શકાય એમ છે જ નહિ. જ્યારે આવી અદશ્ય વસ્તુઓ વિશે અનેક ક૯૫નાઓનું સામ્રાજ્ય પ્રવર્તે ત્યારે એક તરફ જેમ નાસ્તિકે તેને નિષેધ કરે તેમ વિચારકે એ બને પક્ષોને બળાબળને પણ વિચાર કરવા લાગી જાય. એ વિચારણાની એક ભૂમિકા એવી અવશ્ય હોય છે જેમાં મનુષ્ય કશું જ માનવા અથવા નિશ્ચિત રૂપે કહેવા સમર્થ નથી હતા. ત્યારે તે કાંતે સંશયવાદી બને છે- દરેક બાબતમાં સંશય કરે છે, અથવા તે તે બધી વસ્તુ જાણી શકાય તેમ છે જ નહિ એવા અજ્ઞાનવાદ તરફ ઢળે છે. આવા અજ્ઞાનવાદીઓ વિશે જેનાગમમાં પણ કહેવામાં આવ્યું છે કે આ અજ્ઞાનવાદીએ દલીલો કરવામાં કુશળ હોવા છતાં અસંબદ્ધ બોલનારા છે, તેઓ પોતે જ શંકાને પાર પામ્યા નથી; તેઓ સ્વયં અજ્ઞાન હેઈ અજ્ઞાન લેકેને ખોટું ખોટું સમજાવે છે.” કાલાદિને સમન્વય જેમ વૈદિક પરંપરામાં યજ્ઞકર્મ અને દેવાધિદેવ સાથે કમને સમન્વય પૂર્વોક્ત પ્રકારે વૈદિક દાર્શનિકોએ કર્યો તે જ પ્રમાણે જૈન પરંપરામાં પણ દાર્શનિક કાળમાં કાલાદિ કારણોને કર્મ સાથે સમન્વય જૈનાચાર્યોએ કરવા પ્રયત્ન કર્યો છે. કોઈ પણ કાર્ય માત્ર એક જ કારણને અધીન નથી, પરંતુ સામગ્રીથી કાર્યની ઉત્પત્તિ થાય છે, એ સિદ્ધાંતને આધારે જૈનાચાર્યોએ પણ માત્ર કર્મ જ કારણ નથી પણ તેના સહકારમાં કાલાદિ યે કારણ છે, એ પ્રકારે સામગ્રીવાદને આશ્રય લઈને કર્મ સાથે કાલાદિને સમન્વય કર્યો છે.. જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકરે કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ એ પાંચે કારણમાંથી કોઈ પણ એક જ કારણને માનવું એને શેષ કારણેને તિરસ્કાર કરવો એને મિથ્યા ધારણ કહી છે, જ્યારે ફક્ત પાંચને કાર્યનિષ્પત્તિમાં સમન્વય કરવો એ ધારણને સમ્યફ કહી છે.પ એ જ વસ્તુનું ૧. બુદ્ધચરિત પૃ૦ ૧૭૦, દીવનિકાય- સામગાફલસુત્ત, ૨. સૂત્રકૃતગ ૧, ૧, ૧, ૧૩. ૩. બુદ્ધચરિત પૃ૦ ૧૭૮. આની વિરુદ્ધ ભગવાન મહાવીરે સ્યાદ્વાદની યોજના દ્વારા વસ્તુને અનેકરૂપે વર્ણવી બતાવી છે. તે વિરો જુઓ ન્યાયાવતારવાર્તિકવૃત્તિ પ્રસ્તાવના. પૃ૦ ૩૯થી આગળ. ૪. સૂત્રકૃતાંગ ૧, ૧૨, ૨, મહાવીરસ્વામીને સંયમ ધર્મ પૃ૦ ૧૩૫, સૂત્રકૃતાંગચૂર્ણિ પૃ૦ ૨૫૫. આના વિશેષ વિવરણ માટે જુઓ ક્રિએટીવ પિરિયડ, પૃ૦ ૪૫૪. ५. काला सहाव णियई पुव्वकम्म पुरिसकारणेगता । मिच्छत्तं त चेव उ समासओ हुति सम्मक्त । ૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy