________________
અપવિત્રતાનું કાંઈ પણ કારણ સિવાય પ્રાણી અપવિત્ર થાય છે, હેતુ સિવાય, કારણ સિવાય જ પ્રાણી અપવિત્ર થાય છે. પ્રાણીઓની શુદ્ધતામાં કાંઈ પણ હેતુ નથી, કાંઈ પણ કારણ નથી. હેતુ સિવાય, કારણ સિવાય જ પ્રાણી શુદ્ધ થાય છે. પોતાના સામર્થ્યથી કાંઈ પણ થતું નથી. પુરુષને સામર્થ્યથી કશું જ નથી. બલ નથી, વીર્ય નથી, પુરુષની શક્તિ અથવા પરાક્રમ નથી. સર્વ સો, સર્વ પ્રાણી, સર્વ જીવ અવશ, દુર્બલ, નિવય છે. તે નસીબ-નિયતિ જાતિ, વૈશિષ્ટ અને સ્વભાવથી બદલાય છે. છમાંથી કઈ પણ જાતિમાં રહી સર્વ દુઃખને ઉપભોગ લે છે. ૮૪ લાખ મહાકલ્પના ફેરામાં ગયા પછી ડાહ્યા અને ગાંડા, બંનેને દુઃખનો નાશ થાય છે. “આ શીલ, વ્રત, તપ અથવા બ્રહ્મચર્યથી અપરિ. પકવ કમેન પરિપકવ કરીશ અથવા પરિપકવ થયેલાં કર્મોને ભેળવીને તેને નહિ જેવાં કરી નાંખીશ” એવું જે કંઈ કહે તે તે થવાનું નથી. આ સંસારમાં સુખ-દુઃખો પરિમિત પાલીથી માપી શકાય તે રીતે ઠરાવેલાં છે અને તેમાં વત્તાઓછાં કરાવી શકાય એમ નથી. જે પ્રમાણે સૂતરને રડે ફેંકતા તે ઊકલી રહે ત્યાં સુધી જ જાય, તે પ્રમાણે ડાહ્યા અને મૂર્ખના દુ:ખને (સંસારને) ફેરામાં ગયા ૫છી જ નાશ થશે.”
આવું જ છતાં કાંઈક રોચક ઢબનું વર્ણન જૈનેના ઉપાસક દશાંગમાં અને ભગવતી સૂત્રમાં પણ છે. એ સિવાય સૂત્રકૃતાંગમાંમાં પણ અનેક ઠેકાણે એ વાદ વિશે હકીકત આપવામાં આવી છે.
બૌદ્ધ પિટકમાં પકુધ કાત્યાયનને મત આ પ્રમાણે વર્ણવવામાં આવ્યું છે: “સાત પદાર્થો કેઈએ. કરેલા કરાવેલા, નિર્માણ કરેલા-કરાવેલ નથી; તેઓ વધ્ય, કુટસ્થ અને સ્તંભ જેમ અચલ છે. તે હાલતા નથી, બદલાતા નથી, અને એકબીજાને ત્રાસદાયક થતા નથી. એક બીજાનું સુખ, દુ:ખ, અથવા બને ઉત્પન કરી શકતા નથી. તે સાત તો કયાં ? પૃથ્વીકાય, અપકાય, તેજકીય, વાયુકાય, સુખ, દુઃખ, અને જીવ છે. એમને મારનાર, મરાવનાર, સાંભળનાર, કહેનાર, જાણનાર અથવા વર્ણન કરનાર કોઈ પણ નથી.” જે તીણ શસ્ત્ર વડે કોઈનું ડોકું કાપે છે, તે કેઈનું પણ જીવિત હરણ કરતા નથી. આ સાત પદાર્થોની વચલી જગ્યામાં શસ્ત્રોમાં પ્રવેશ કર્યો છે એટલું જ સમજવું જોઈએ.૫ ૫૬ધના આ મતને નિયતિવાદ જ ગણવો જોઈએ.
ત્રિપિટકમાં અક્રિયાવાદી પૂરણકાયપનો મત આ પ્રમાણે આપવામાં આવ્યું છે : કેઈએ કાંઈ કર્યું હોય, અથવા કરાવ્યું હેય, કાપ્યું હોય અથવા કપાળ્યું હોય, ત્રાસ આપ્યો હોય અથવા અપાવ્યું હેય...પ્રાણનો વધ કર્યો હોય, ચોરી કરી હોય, ઘર ફાડયું હોય, ધાડ પાડી હેય... વ્યભિચાર કર્યો હોય, કે જૂઠું બેલ્યો હોય, તો પણ તેને પાપ લાગતું નથી. તીણ ધારવાળા ચક્રથી જે કઈ પૃથ્વી ઉપર માંસનો એક ઢગલે કરી દે તો પણ તેમાં મુદ્દલ પા૫ નથી. ગંગા નદીના દક્ષિણ તીર ઉપર જઈ કોઈ મારામારી કરે, કાપ-કપાવે, ત્રાસ આપે–અપાવે તે પણ તેમાં મુદ્દલ પા૫ નથી. ગંગા નદીના ઉત્તર તીરે જઈ જે કઈ દાન દે, દેવડાવે, યજ્ઞ કરે-કરાવે તો તેથી જરાપણ પુણ્ય થતું નથી. દાન, ધર્મ,
૧. બુદ્ધચરિત પૃ. ૧૭૧. ૨. અધ્યયન ૬. અને ૭. ૩. શતક ૧૫, ૪. ૨, ૧, ૧૨; ૨, ૬, ૫. સામગલસુત્ત-દીઘનિકાય ૨, બુદ્ધચરિત પૃ૦ ૧૭૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org