________________
દેલવાડાનાં દેરાં
૩૫
આ મંડપોની રચના એવી છે કે, તેમાં નાના વિતાનોને બહુ અવકાશ નથી પણ ચારે મંડપોમાં મુખ્ય કોટક અલંકારપૂર્ણ છે. તેમાંયે પશ્ચિમ અને ઉત્તર તરફનાનું કામ વધારે સારું છે. પશ્ચિમ તરફના મંડપના આ કોટક (ચિત્ર ૮૯) પર લૂણવસહીના રંગમંડપના વિતાનનો પ્રભાવ સ્પષ્ટ રીતે જ જણાઈ આવે છે. (આખરે એ સ્મરણમાં રાખવું ઘટે કે, ૧૫મા સૈકાની વાસ્તુકલા ૧૨-૧૩મી સદીનાં શોભનતત્ત્વો ધરાવતી વાસ્તુકલાની બરોબરી ન જ કરી શકે.)
દેલવાડા છોડીને પાછા ફરતાં એનાં બે મુખ્ય જિનમંદિરોનાં સ્મરણો સ્વપ્નમાધુરી શાં ફરી ફરીને મનોભૂમિમાં ઘૂમ્યાં કરે છે. અહીં તહીં ઊભેલી શોભાયમાન ખજૂરીઓ પર દષ્ટિપાત કરતાં જતાં એક સત્ય હૈયા પર સદાને માટે કંડારાઈ જાય છે. ખરે જ, દેલવાડાનાં દેરાં એ કેવળ જૈન મંદિરો જ નથી; ધર્મતત્વ, કલા, અને વિત્તનો મંગલ સંયોગ સર્જનાર મારુ-ગુર્જર સંસ્કૃતિની ઉચ્ચ સંસ્કારિતાનાં એ ચિરંજીવ સ્મારકો છે.
ચિત્રસૂચિ:૧. આબુ, દેલવાડા, વિમલવસહી, હસ્તિશાલા, પૂર્વદ્વાર પાસેના તોરણનો જમણી બાજુના સ્તભ અને
દ્વારપાલ. ૧૧મી સદી ઉત્તરાર્ધ. ૨. હસ્તિશાલાની એક કોલયુક્ત છત. ૩. વિમલવસહી, પૂર્વ તરફની પટ્ટશાલાના પ્રવેશ-સ્તમ્ભો અને છજા પરની હસ્લિમૂર્તિઓ. ઈ. સ. ૧૧૫૦. ૪. પૂર્વની પટ્ટશાલા અને રંગમંડપ વચ્ચેના સંધાનની ભાગની વચલી છતમાં વચ્ચેનો પકભાગ અને
આજુબાજુ ભરત-બાહુબલિ-યુદ્ધ તથા શમવસરણનો પ્રસંગ. ૫. પૂર્વની પટ્ટાલા અને રંગમંડપ વચ્ચેના સંધાન ભાગની ડાબી બાજુનો કમલોદ્ભવ જાતિનો ખૂબસૂરત
વિતાન. ૬. પૂર્વની પાલા અને મંત્રી પૃથ્વીપાલ કારિત રંગમંડપ વચ્ચેના સંધાન ભાગની જમણી બાજુના કમલોભવ
જાતિના વિતાનનું સમીપ દશ્ય. ૭. રંગમંડપમાંથી દેખાતું પૂર્વ તરફની પટ્ટશાલા અને પ્રવેશદ્વારનું દશ્ય. ૮. રંગમંડપ અને દક્ષિણ તરફની પટ્ટશાલાનું દશ્ય. ૯. રંગમંડપનો સભા-પદ્મ-મંદારક જાતિનો મહાવિતાન. ૧૦. પ્રસ્તુત મહાવિતાનનું તળિયેથી ઉપર જોતાં થતું દર્શન. ૧૧. મંત્રી પૃથ્વીપાલ નિમપિત છચોકીના સ્તબ્બો અને ઉત્તર તરફના દેવકુલિકા-બત્તકનું દશ્ય.
ઈસ્વી ૧૧૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org