________________
દેલવાડાનાં દેરાં
જ મહાનું પ્રતિભાની અભિવ્યંજના હશે ! ગમે તે કોણથી જુઓ, એનું દર્શન અપૂર્વ બની રહે છે. રંગમંડપની વચ્ચે છો સરસાં સૂઈને જોવાથી દેખાતું એની કોલનાં વલયોને કેન્દ્રમાં સમેટી લેતી પ્રભાવશાળી રચનાનું દશ્ય મન પર ચિરંજીવ અસર મૂકી જાય છે (ચિત્ર ૪૬).
રંગમંડપમાં ઊભા રહીને પૂર્વ તરફ જોતાં તેની અપ્રતિમ છચોકી નજરે પડે છે (ચિત્ર ૪૭, ૪૯). એક તરફથી એ તેની સ્તબ્બાવલી (અને એમાંયે તેના વચ્ચેના ચાર સ્તબ્બોથી અને અહીં આગળ જોઈશું તેમ તેની અપૂર્વ છતોથી) સોહી ઊઠે છે. તો બીજી બાજુ તેમાં દ્વારની અડખે-પડખે ભીંત સમાણા લગાવેલા દેવકુલિકા-ખકો–કહેવાતા દેરાણી જેઠાણીના ગોખલાઓ–કંઠની માળામાં પરોવેલા પદક જેવાં શોભનશીલ બની, મનોરમતામાં વૃદ્ધિ કરે છે. ગૂઢમંડપના અલંકૃત દ્વાર અને તેની સમોવરના, પાછળ કહ્યા તે, ચાર સ્તંભોનું મનોહર દશ્ય(ચિત્ર ૪૮)માં રજૂ થાય છે. આ સ્તબ્બો વિમલવસહીની કચોકીના વર્ગ-જાતિના હોવા છતાં તેનાં માન-પ્રમાણ અને મેખલાઓની વિગતોમાં કેટલોક ફરક દેખાઈ આવે છે. ખાસ કરીને એનો પૂર્ણ બંધ વિશેષ પગતો, ઊંચેરો, અને મરોડદાર છે. આ સ્તંભોની આજુબાજુના વેદિકા સાથે સંલગ્ન સ્તબ્બો ઓછી કરણીવાળા છે અને ઘાટવિધાન અને ઉપસ્થિત વિગતોની દષ્ટિએ એટલા રસપ્રદ નથી; પણ બન્ને એકસરખા મોટા ગોખલાઓની વાત જુદી છે. સાંઠિકાના છોલેલા મલોખામાંથી ઊભા કર્યા હોય તેમ પડખાઓમાં અને મથાળે સામરણમાં ઝીણી ઝીણી થાંભલીઓવાળી અંડપિકાઓ ઉપરાઉપર ચડાવી તેના સારાયે સંસ્થાનનો ભારે અલંકારી, સઘન, અને સુકંપિત ઉઠાવ ઉપસાવ્યો છે (ચિત્ર ૫૦). (આ બન્ને ગોખલાઓ મંત્રી તેજપાલનાં પત્ની અનુપમાદેવીના કલ્યાણ અર્થે કરાવ્યા હોવાનું બન્નેના અભિલેખોથી સિદ્ધ છે.) આ છચોકી જે સંરચના પર મંડાયેલી છે તે પીઠના પડખલાં પણ ઘાટમંડિત છે (ચિત્ર ૫૧). તેના વેદીબંધના કળશ પરનો રત્નોનો કંડાર ધ્યાન ખેંચે તેવો છે (ચિત્ર ૬૬).
પણ અનુપમ ઝીણવટથી કંડારેલા તો છે રંગમંડપના ચોકીના સંધાન ભાગ ઉપરના ત્રણ, અને છચોકીના છે, મળી નવચોકીના મનાતા નવેનવ વિતાનો, સંધાનચોકીમાં જમણી તરફના સૂક્ષ્મ કોરણીવાળા નાભિ-કમલોદ્ભવ જાતિના વિતાનમાં ચારે ખૂણાઓમાંથી કર્ણસૂત્ર ત્રાંસમાં યક્ષી નિર્વાણીનાં ચાર અખંડ રૂપો, જાણે કે, કોઈ પણ આધાર વિના અધ્ધર ટેકવ્યાં હોય તેવાં ભાસે છે (ચિત્ર પ૩). જ્યારે વચલી ચોકીમાં પગથિયાં ચડતાં પહેલાં આવતી સભા-પદ્ય-મંદારક પ્રકારની છત(ચિત્ર પર) ના કેન્દ્રના કોલ, લૂમાઓ, અને મંદાકિની સૂક્ષ્મતર કારણીનું તો માપ નીકળી શકે તેમ નથી. એવો જ એક સભા-મંદારક જાતિનો વિતાન તેની કંડારલીલા અને તેમાં ઠેર ઠેર કરેલા ચંપક અને મલ્લિકાના પુષ્પોના યથાસ્થિત-વ્યવસ્થિત છંટકાવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org