________________
દેલવાડાનાં દેરાં
ગોઠવેલી છે. આ અશ્વારૂઢ, છત્રધર પ્રતિમા સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં ‘કવીન્દ્રબંધુ’ તરીકે વિખ્યાત થયેલા જૈન મહાકવિ શ્રીપાલના સ્વર્ગસ્થ ભાઈ શોભિતની સ્મારકરૂપે હોવાનું એના પરના અભિલેખ પરથી સિદ્ધ છે. પ્રતિમા સિદ્ધરાજના અંતિમ દાયકાની કે કુમારપાળના આદિમ વર્ષોમાં મુકાઈ હશે.
૧૩
વલાનકમાંથી વિમલવસહીના પ્રવેશદ્વારમાં ઉપર જોઈએ તો આરસની ચાર નાયિકાઓથી શોભિત કાળા પથ્થરની એક નાભિચ્છંદ પ્રકારની છત જોવામાં આવે છે. આનું કામ કદાચ વિમલ કે પછી ચાહિદ્ઘના સમયનું હોય. પૃથ્વીપાલના સમયની દેવકુલિકાઓની દીવાલો એને ટેકવે છે એ વાત કાલાતિક્રમ કરતી લાગે; પણ એમ જણાય છે કે, જૂની છતને ફરીને અહીં ઉપયોગમાં લીધી હોય. અંદર લગાવેલી આરસની ચાર પૂતળીઓ અલબત્ત પૃથ્વીપાલના સમયની જણાય છે.
વસહીની અંદર પ્રવેશતાં પહેલાં એક દુ:ખદ ઐતિહાસિક ઘટનાની નોંધ લેવી ઘટે. ઈ. સ ૧૩૧૨નું વર્ષ જાલોરથી માંડી ચંદ્રાવતી સુધીનાં તમામ સ્થળો માટે ખતરનાક નીવડેલું. એ વર્ષમાં મુસ્લિમ આક્રમણ બાદ દેલવાડાનાં મંદિરોનો ભંગ થયો. તે પછી ઈ સ ૧૩૨૨માં મંડોરના વિજડ અને લાલિગ અને એમના બંધુઓએ વિમલવસહીનો પુનરુદ્ધાર કરાવ્યો. અગાઉ જણાવ્યું છે તેમ એમણે મૂલનાયકની નવી પ્રતિમા કરાવી. દેવકુલિકાઓમાં જૂનાં પબાસણો-પરિકરો સાબૂત રાખી તેની ખંડિત પ્રતિમાઓ પણ બદલાવી; ને તે મૂર્તિઓ આજુબાજુ તેઓએ પોતે અને તેમના સગાંસંબંધીઓએ નવી પ્રતિમાઓ પણ મુકાવી. સ્તંભોમાં દ્વારશાખાઓમાં અને અન્યત્ર ખંડિત થયેલ દેવમૂર્તિઓની મુખાકૃતિઓ ટોચાવી સરખી કરાવી. બસ આથી વિશેષ કંઈ જ નહીં. કોઈ નવી સ્થાપત્ય-રચના એમને હાથે થઈ નથી.
વિમલવસહીના અંતરંગનાં સુંદર તત્ત્વોની વિગતવાર પિછાન કરતાં પહેલાં ઉપરનું ઇતિહાસદર્શન એનું કલાચિત્ર સ્પષ્ટ કરવામાં આવશ્યક હતું. કલા પોતે તો સ્વત:સિદ્ધ છે. એનો રસાસ્વાદ લેવામાં ઇતિહાસના અવલંબનની જરૂર નથી; પણ અહીં પૃથક્ પૃથક્ સમયની રચનાઓને કારણે ઉદ્ભવતા કલાસ્તરોની શૈલીગત વિભિન્નતાનો ખુલાસો મેળવવામાં એ સહાયભૂત બની રહે છે. ઊર્મિ અને બુદ્ધિ બન્ને સંતોષાય છે.
અને હવે વસહીમાં પ્રવેશ કરીશું. અંદર જતાં જ પૂર્વ તરફ્ની સ્તંભોની બેવડી હારવાળી પટ્ટશાલા કિંવા ભમતીના નાલરૂપી મધ્ય ભાગમાં આવીએ છીએ. આ સ્થળે મધ્યના આગલા-પાછલા બબ્બે સ્તંભોની જોડીઓ કારીગરીયુકત છે (ચિત્ર ૩, ૭), જ્યારે પટ્ટશાલાના બાકીના ચારે દિશાના તમામ સ્તમ્ભો સાદા મિશ્રક પ્રકારના છે. અહીં મોવાડના બે સ્તમ્ભો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org