________________
દેલવાડાના દેરાં
આવતો, પીઠ ઉપરના ખુલ્લા સ્તંભોવાળા છ ચોકી(કે નવચોકી)ને નામે ઓળખાતો, મુખમંડપ તો પ્રધાનતયા જૈનમંદિરોની જ વિશિષ્ટતા છે. મારવાડમાં ઉકેશનગરીના વત્સરાજ પ્રતીહારના સમયમાં, આઠમા શતકને અંતે બંધાયેલા, મહાવીરના મંદિરમાં જોવામાં આવતી ત્રિક એ સમસ્ત પશ્ચિમ ભારતનો આ પ્રકારના આયોજનનો જૂનામાં જૂનો અસ્તિત્વમાન નમૂનો છે. એક બીજું જૂનું દષ્ટાંત–ગોડવાડમાં આવેલા ઘાણરાવના મહાવીરના મંદિર (પ્રાય: ઈ. સ. ૯૫૪)ની ચોકી તો એ પછીનું ગણાય. ઓસિમાં ફરતી ચતુર્વિશતિ જિનાલયની રચના નથી. એ ૨૪ કુલિકાઓ રચવાની પ્રથાનો પ્રારંભ કયારે થયો હશે ? વાગડના રત્નપુરના રાજા યશોભદ્રે મરુમંડલના ડેડુઆનક(ડિંડુઆણા))માં નવમા શતકના ઉત્તરાર્ધમાં “ચઉવીસ જિણાલય' બંધાવ્યાનો સાહિત્યિક ઉલ્લેખ મળે છે. લગભગ એ જ સમયમાં બંધાયેલા વરમાણના મહાવીરાલયમાં ઉત્તર અને ઈશાન તરફની જૂની, બચેલી, ભમતીના રુચક (ચોરસ) તંભ અને દેવકુલિકાઓની રહી ગયેલી નિશાનીઓથી એટલું તો સિદ્ધ થાય છે જ કે કંઈ નહીં તો યે નવમા શતકના ઉત્તરાર્ધથી આ કલ્પનાનો જૈનમંદિરોના તલછંદમાં સમાવેશ થઈ ચૂકેલો. દેવકુલિકાઓના આવિર્ભાવ બાદ એને અને મુખમંડપને તેમ જ પ્રવેશદ્વારને જોડતા વચલા વિશાળ, શોભનસંકુલ રંગમંડપની રચના કરવાની પ્રથા કોઈ કાળે, મોટે ભાગે તો ૧૧મી શતાબ્દીના આરંભકાળથી, અસ્તિત્વમાં આવી હશે. સુવિધા અને શોભા એમ બન્ને હેતુઓ આ રંગમંડપથી સરે છે. ઈ. સ. ૧૦૬રમાં પૂર્ણ થયેલા કુંભારિયાના મહાવીર મંદિરમાં આવા પૂર્ણતમ આયોજનનું, આજે તો પ્રાચીનતમ ગણી શકાય તેવું, ઉદાહરણ જળવાઈ રહ્યું છે. ૧રમી શતાબ્દીમાં સોલંકી શાસનનો સુવર્ણયુગ એની ચરમસીમાએ પહોંચ્યો ત્યાં સુધીમાં તો રાજસ્થાન અને ગુજરાતમાં બહુ મોટી સંખ્યામાં પૂર્ણ વિકસિત આયોજનયુફત જૈન મંદિરો બંધાઈ ચૂકેલાં. શ્રીપાન અને દેવપત્તન, આનંદપુર, ભૃગુપુર, અને સિદ્ધપુર, ચંદ્રાવતી, ભદ્રાવતી અને કર્ણાવતી, સ્તંભતીર્થ અને શંખપુરતીર્થ, ઉજજ્યન્તગિરિ અને શત્રુંજયગિરિ, કેટલાં સ્થાન ગણાવીશું ? ચોવીસ જિનાલય બાદ ક્રમિક વિકાસમાં બાવન જિનાલય અને એથીયે આગળ વધીને બોતેર, ચોરાસી (અને કદાચ એકસો આઠ) દેવકુલિકાઓવાળા ભવ્ય ચતુર્મુખ જિનપ્રાસાદો પણ રચાવા લાગેલા. ૧૫મા શતકમાં રચાયેલા વાસ્તુના વિરલ ગ્રંથ વૃક્ષાર્ણવમાં આવા પ્રકારના પ્રાસાદોનું વિગતે વર્ણન દીધેલું છે. વિમલવસહીની વાત કરીએ તો એ લગભગ બાવન જિનાલય પ્રકારનું મંદિર છે.
પણ વિમલવસહીનાં અંગો એક સમયના નથી. સમયાંકનની દષ્ટિએ જોઈએ તો વિમલવસહી વર્ષો સુધી રહસ્યમયી રહેલી. અગાઉ એનાં અંગઉપાંગોના રચનાકાળ વિશે કોઈ શંકા પણ ઊઠી નહોતી. એના કંડારશોભિત આરસી તંભોના ઉપલક સમરૂપત્વ ને એકરંગત્વથી પ્રગટતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org