________________
પ્રસ્તાવના જૈનધર્મમાં આ સંસારમાંથી પાર ઉતરવા માટે, આધ્યાત્મિક ઉન્નતિએ પહોંચવા તથા આત્મદર્શનને જે માર્ગ બતાવે તેને તીર્થકર તરીકે ઓળખવામાં આવે છે. આથી તીર્થકર જગતનું કલ્યાણ સાધે છે અને ધર્મને નવીન સત્ય અને પ્રકાશ પૂરાં પાડે છે. તીર્થકરને જિન તરીકે પણ ઓળખવામાં આવે છે જે આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરે તે જિન અને તે જ તીર્થકર. જિને ઉપદેશેલો ધર્મ તે જૈનધર્મ તરીકે ઓળખાય છે. આ ધર્મમાં કુલ ગ્રેવીસ જિન થયા છે. હિંદુ ધર્મમાં ચોવીસ અવતારો, બૌદ્ધ ધર્મમાં બુદ્ધ પણ ચોવીસ તેવી જ રીતે જેન જિને પણ વીસની સંખ્યામાં છે.
મૂર્તિપૂજાની શરૂઆત કયારે થઈ તેને માટે અનેક મતભેદે છે છતાં ભારતમાં વેદસાહિત્યમાંથી દેનાં વર્ણને મળી આવે છે. હડપ્પા સંસ્કૃતિના ઉખનનમાંથી મળી આવેલા અવશેષમાંના માતૃકા, પશુપતિ-શિવ, શિવલિંગ વગેરે મૂર્તિપૂજાની પ્રતીતિ આપે છે. હડપ્પા સંસ્કૃતિના આ અવશેષો ઈ.પૂ. ૨૫૦૦ના હેવાનું અનુમાન થયેલું છે. આ રીતે મૂર્તિપૂજાની ઐતિહાસિકતા અને પ્રાચીનતા ચારથી પાંચ હજાર વર્ષ જૂની સાબિત થાય છે. જેનધર્મ પણ પ્રાફ અતિહાસિક કાળથી અસ્તિત્વમાં હતું તેમ બતાવતાં કેટલાંક અવશેષો પુરાતત્વવિદે બતાવે છે. આવા અવશેષોમાં ખડકલેખમાં નિગ્રંથની નેધ તેમજ કેટલીક ગુફાઓ-જૈનસાધુઓનાં નિવાસસ્થાને તેમજ ઉતખનનમાંથી મળી આવેલી કેટલીક મૂર્તિઓને કારણે આ માન્યતાનું સમર્થન કરવામાં આવે છે. જેનધર્મમાં મૂર્તિપૂજા અંગે સ્પષ્ટ ઉલ્લેખ રાજા ખારવેલના શિલાલેખમાંથી મળી આવે છે. આ ઉલ્લેખ લેખિત પુરાવાઓમાં સૌથી પ્રાચીન કહેવાય. | ગુજરાતમાં જૈન ધર્મ ખૂબ ફાલ્યો હતો અને તેણે રાજ્યધર્મ તરીકેની કાતિ સંપાદન કરી હતી. જૈનધર્મની કપ્રિયતા બતાવતાં કેટલાંયે જૈનધર્મના મંદિરે આજે પણ અસ્તિત્વમાં છે. આવાં ધર્મકાર્યોમાં તત્કાલીન રાજાઓ ધર્મવીર શ્રેષ્ઠીઓને પૂરતી સહાય આપતા હતા. જેનોની શ્રદ્ધા, ભક્તિભાવ અને ધર્મ પ્રત્યેની અદ્વિતીય ભાવના ખૂબ ઉદાત્ત છે કે જેથી જિનભગવાનનાં ભવ્ય મંદિરો બંધાવીને ભક્તોએ પિતાની ધર્મભાવનાને મૂર્તિ સ્વરૂપે રજૂ કરી છે. સમગ્ર ભારતમાં અઢળક ધન ખર્ચીને બંધાવેલાં જૈનમંદિરે તેનાં આદર્શ પ્રતીકે છે.
હિંદુધર્મની અસરને કારણે જૈનધર્મમાં પણ પિતાની કામનાઓ પરિપૂર્ણ કરવા માટે કેટલાંક તાંત્રિક વિધિવિધાને પણ દાખલ થયાં. આ કારણે વૈદિક ધર્મની જેમ જૈનધર્મમાં પણ અનેક દેવની કલ્પના રજૂ થતાં તે તે દેશના પૂજન-અર્ચન વગેરે દાખલ થયા. આવા દેવોમાં કેટલાંક હિંદુદેવને પણ જૈનધર્મમાં સ્થાન મળ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org