SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसग्रह प्रश्नोत्तरी टिका કેઈ વિકલ્પ, ભેદો નથી. આ નય તે માત્ર શુદ્ધ, નિરપેક્ષ સ્વભાવને જ વિષય બનાવે છે. પ્રશ્ન : આ ભકતૃત્વના વિવરણથી આપણે શું ઉપદેશ ગ્રહણ કરવું જોઈએ? ઉત્તર : વ્યવહારનયથી જે ભકતૃત્ત્વ બતાવ્યું છે તે તે અસદ્દભૂત જ છે, તેથી વસ્તુસ્વરૂપ જાણુને એવી આદરબુદ્ધિ હટાવી દેવી જોઈએ કે હું આ વિષયના કે કર્મોના સુખ કે દુઃખને ભોક્તા છું. પ્રશ્ન ૯ : તે હું આ સુખદુઃખ કેવી રીતે પામું છું? ઉત્તર : સુખ-દુઃખ હું પિતાના ગુણના પરિણામથી પામુ છું. કર્મોદય તે બાહા નિમિત્તમાત્ર છે અને વિષયે કેવળ આશ્રયમાત્ર છે. પ્રશ્ન ૧૦ : આ સુખ-દુખ કેવી રીતે ઉત્પન્ન થઈ જાય છે? ઉત્તર : નિજશુદ્ધ ચૈતન્ય સ્વભાવનું શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ ન હોવાથી ઉપયોગ અનાત્મા (રૂપ વસ્તુઓ) ઉપર જાય છે અને ત્યારે બાહ્ય પદાર્થોને આશ્રયરૂપ બનાવવાથી સુખદુઃખનું આત્મામાં વેદના થાય છે થવા લાગે છે. પ્રશ્ન ૧૧ : આ સુખ-દુખનું ભકતૃત્વ કેવી રીતે મટે? ઉત્તર : સ્વાભાવિક આનંદને ભોગવટે થાય તે સૂક્રમ સુખ-દુઃખનું ભકતૃત્વ મટી જાય. પ્રશ્ન ૧૨ ઃ જીવ સ્વાભાવિક આનંદને ભોક્તા કેવી રીતે થાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy