SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : પૂર્વના ભાવકર્મોનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મોની રચના થઈ. પ્રશ્ન ૧૨ ઃ આમ તે ઇતરેતરાશ્રય દોષ આવશે કારણ કે જે દ્રવ્યકર્મ હોય તે ભાવક થાય અને જ્યારે ભાવકર્મ હોતાં (ફરી પાછા) દ્રવ્યકર્મ બને ? ઉત્તર : આમાં ઇતરેતરાશ્રય દોષ નથી આવતું, કારણ કે પૂર્વના ભાવકર્મ પૂર્વે બાંધેલા દ્રવ્યકર્મના ઉદયથી થાય છે અને તે દ્રવ્યકર્મ પણ પૂર્વેના ભાવકર્મના નિમિત્તથી બંધાય છે. આ પ્રમાણે ભાવકર્મ અને દ્રવ્યકર્મમાં બીજ–વૃક્ષની માફક યા પિતૃપરંપરાની માફક અનાદિ પરંપરા–સંબંધ છે. આ પ્રશ્ન ૧૩ : જીવ કયા શુદ્ધ નયથી શુદ્ધભાવેને ર્તા ઉત્તર : શુદ્ધ નિશ્ચયનયથી જીવ શુદ્ધ ભાવેને કર્તા છે. પ્રશ્ન ૧૪ : શુદ્ધભાવને અહીં શું અર્થ છે? ઉત્તર : મલિનતાથી રહિત, અનતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય આદિ (ની ભાવના) શુદ્ધ ભાવ છે. પ્રશ્ન ૧૫ ઃ આ શુદ્ધ ભાવને કર્તા કયે જીવ છે ? ઉત્તર : શુદ્ધભાને કર્તા પૂર્ણ શુદ્ધનિશ્ચયનયથી તે મુક્ત જીવ અથવા અરિહંત અને સિદ્ધ ભગવાન છે. ભાવનારૂપ એકદેશ – શુદ્ધનિશ્ચયનયથી છત્મસ્થ – અવસ્થામાં અંતરાત્મા શુદ્ધભાને કર્તા છે. પ્રશ્ન ૧૬ : શુદ્ધ-ભાવને કર્તા જીવ શુદ્ધ નિશ્ચયથી કેવી રીતે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy