________________
गाथा ६
६७
પ્રશ્ન ૨ : આઠ પ્રકારનાં જ્ઞાન અને ચાર પ્રકારનાં દર્શન જીવના લક્ષણ વ્યવહારનયથી કેમ છે?
ઉત્તર કેવળજ્ઞાન અને કેવળદર્શન તે શુદ્ધ પર્યાય છે અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન પર્યયજ્ઞાન તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન તે અશુદ્ધ અર્થાત અપૂર્ણ પય છે તેથી તેને જીવના લક્ષણ કહેવા વ્યવહારનયથી જ બની શકે છે.
પ્રશ્ન ૩ : કેવળજ્ઞાન-કેવળદર્શન કયા વ્યવહારનયથી જીવના લક્ષણ છે ?
ઉત્તર : કેવળજ્ઞાન અને કેવળદર્શન શુદ્ધ સદ્ભુત વ્યવહારનયથી જીવના લક્ષણ છે. આ પ્રસંગમાં આ નયનું બીજુ નામ અનુપચરિત સદ્દભૂત વ્યવહારનય પણ છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન નિરપેક્ષ પૂર્ણ સ્વાભાવિક શુદ્ધ પર્યાય છે.
પ્રશ્ન ૪ મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાન અને ચક્ષુદર્શન આદિ ત્રણ દર્શન કયા વ્યવહારનયથી જીવના લક્ષણ માનવામાં આવ્યા છે ?
ઉત્તર : મતિ, શ્રત, અવધિ, મન:પર્યય એ ચાર જ્ઞાન અને પહેલાં ત્રણ દર્શન અશુદ્ધ સદ્દભૂત વ્યવહારનયથી જીવના લક્ષણ કહ્યાં છે. આ નયનું બીજુ નામ ઉપચરિત સદ્દભૂત વ્યવહારનય પણ છે. આ જ્ઞાન, દર્શન, જ્ઞાનાવરણ અને દશનાવરણ કર્મને ક્ષયપશમથી યથાર્થરૂપે કંઈક પ્રગટ છે તેથી સદભૂત છે પરંતુ કારણવશ અપૂર્ણ છે તેથી અશુદ્ધ અથવા ઉપચરિત છે, પર્યાયે છે તેથી વ્યવહારનયના વિષયે છે.
- પ્રશ્ન ૫: કુમતિ, કુશ્રુત, કુઅવધિજ્ઞાન ક્યા વ્યવહારનયથી જીવનાં લક્ષણ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org