________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : આમાં આયુર્વેદ સંબંધી ચિકિત્સા, નાડીગતિ ઔષધિનાં ગુણ-અવગુણ વગેરે સર્વ વિષયેનું વર્ણન છે આમાં ૬૩ કરેડ પદ છે.
પ્રશ્ન ૧૫ર : કિયાવિશાળપૂર્વમાં કઈ બાબતનું વર્ણન છે અને તેમાં કેટલાં પદ છે?
ઉત્તર : સંગીત, કાવ્ય, અલંકાર, કળા, શિલ્પવિજ્ઞાન, ગર્ભાધાનાદિ ક્રિયા વગેરે નિત્ય અને નૈમિત્તિક ક્રિયાઓનું આમાં વર્ણન છે. પદ ૯ કરેડ છે. આ પ્રશ્ન ૧૫૩ : લેકબિન્દુસારપૂર્વમાં કેટલાં પદ છે અને એમાં શેનું વર્ણન છે?
ઉત્તર : આ પૂર્વમાં ૧૨ કરોડ ૫૦ લાખ પદ છે. આમાં ત્રણે લેકનું સ્વરૂપ, મેક્ષનું સ્વરૂપ અને મોક્ષ પ્રાપ્ત કરવાના કારણ, ધ્યાન આદિનું વર્ણન છે.
પ્રશ્ન ૧પ૪ : પૂર્ણ શ્રુતજ્ઞાન કેને કહે છે?
ઉત્તર : પૂર્ણ શ્રુતજ્ઞાન શ્રુતકેવળીને હોય છે. દ્વાદર્શાગના પાઠી અને જ્ઞાતા તે ઈન્દ્ર, લેકાંતિકદેવ અને સર્વાર્થસિદ્ધિના દેવ પણ હોય છે, પરંતુ અંગબાહ્ય (જ્ઞાના થી અપરિચિત હોવાને લીધે તેઓ શ્રુતકેવળી કહેવાતા નથી. શ્રુતકેવળી નિગ્રંથ સાધુ થઈ શકે છે.
પ્રશ્ન ૧૫૫ : શ્રુતજ્ઞાન શું સર્વથા પક્ષ જ હોય છે કે કઈ પ્રકારે પ્રત્યક્ષ પણ હેઈ શકે છે?
ઉત્તર : શબ્દાત્મક શ્રુતજ્ઞાન તે બધુ પક્ષ જ છે. સ્વર્ગાદિ બાહ્ય વિષયનું જ્ઞાન પણ પક્ષ જ છે. હું સુખ દુઃખાદિરૂપ છું, જ્ઞાનરૂપ છું આવું જ્ઞાન કથંચિત્ પક્ષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org