SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ५ પ્રશ્ન ર૩ : સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કોને કહે છે? ઉત્તર : વર્તમાન પદાર્થને ઈન્દ્રિય અથવા મન દ્વારા અંશે સ્પષ્ટતાથી જાણવું તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહે છે. પ્રશ્ન ૨૪ : મન અને ઇન્દ્રિયો વડે ઉત્પન્ન હોવાને લીધે તેને પરોક્ષ જ ગણવું જોઈએ ? ઉત્તર : મન-ઈન્દ્રિયથી ઉત્પન્ન હોવાને લીધે ખરેખર આ મતિજ્ઞાન પક્ષ જ છે પરંતુ વ્યવહારથી એમ જણાય છે કે, જેવાથી વસ્તુ સ્પષ્ટ દેખાય છે. કાનથી શબ્દ સ્પષ્ટ સંભળાય છે, આ કારણથી એ બધું (જ્ઞાન) ઉપચારથી પ્રત્યક્ષ છે. લેકમાં પણ કહેવાય છે કે મેં પ્રત્યક્ષ જોયું, પ્રત્યક્ષ સાંભળ્યું વગેરે. પ્રશ્ન ૨૫ : સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાનના વિષય કઈ ઈન્દ્રિયના નિયત વિષય છે? ઉત્તર : સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાનના વિષય મનના નિયત વિષય છે. તે પ્રશ્ન ૨૬ : બધા પ્રકારના મતિજ્ઞાનના જાણવાની પ્રગતિની અપેક્ષાએ કેટલા ભેદ છે? ઉત્તર : બધાય મતિજ્ઞાનના ચાર-ચાર ભેદ છે. અવગ્રહ, હા, અવાય અને ધારણું. પ્રશ્ન ૨૭ : અવગ્રહજ્ઞાન કેને કહે છે? ઉત્તર : વિષય-વિષયીના સન્નિપાત (સમીપ આવતાં, મળતાં) બાદ જેનું પ્રથમ ગ્રહણ થાય છે તેને અવગ્રહ કહે છે. પ્રશ્ન ૨૮ : સન્નિપાતને અર્થ શું છે? ઉત્તર : બાહ્ય પદાર્થ તે વિષય છે અને ઈન્દ્રિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy