________________
गाथा ५७
४८३
પ્રશ્ન ૪ : નિશ્ચયવ્રત એટલે શું?
ઉત્તર: સમસ્ત શુભાશુભ મન વચન-કાયાના વ્યાપારોથી નિવૃત્તિ તે નિશ્ચયવ્રત છે.
પ્રશ્ન ૫ : નિશ્ચયવ્રતનું સાધન શું છે?
ઉત્તર : અહિંસાદિ મહાવ્રત વગેરેનું પાલન નિશ્ચયવ્રતનું સાધન છે.
પ્રશ્ન : અહિંસાદિ મહાવ્રતે તે પૂર્ણ ત્યાગરૂપ છે તેમને બાહ્યવ્રત શા માટે કહેવામાં આવ્યા?
ઉત્તર : આ પાંચ મહાવ્રતાદિ સંપૂર્ણ નિવૃત્તિરૂપ નથી તેથી તેમને બાહ્યવ્રત અથવા એકદેશવ્રત કહેવાય છે.
પ્રશ્ન ૭ ઃ એકદેશવ્રત તે સંયમસંય હોય છે મહાવ્રત એકદેશવ્રત કેવી રીતે હોઈ શકે?
ઉત્તર ઃ આ મહાવ્રતમાં પણ એકદેશ પ્રવૃત્તિ જોવામાં આવે છે તેથી તે પણ એકદેશ છે, જો કે સંયમસંયમરૂપ એકાદશત્રતથી આ મહાવતે વિશેષરૂપ ગણવા ગ્ય છે.
પ્રશ્ન : મહાવ્રતોમાં શું નિવૃત્તિ અને શું પ્રવૃત્તિ હોય છે.
ઉત્તર : અહિંસામહાવ્રતમાં જીવરક્ષાની પ્રવૃત્તિ છે. સત્યમહાવ્રતમાં સત્યવચનની પ્રવૃત્તિ છે. અચૌર્યમહાવ્રતમાં દત્તાદાનની પ્રવૃત્તિ છે, બ્રહ્મચર્યમહાવ્રતમાં શીલરક્ષણની પ્રવૃત્તિ છે, પરિગ્રહત્યાગમહાવ્રતમાં અસંગ રહેવાની, નગ્ન રહેવાની, એકાંતવાસ સેવવા આદિની પ્રવૃત્તિ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org