SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ५६ ४८१ ઉત્તર : આત્મલીનતામાં રાગદ્વેષના સર્વ વિકલ્પથી રહિત પરમસમાધિ હોય છે અને આત્માના સહજ પરમ આનંદની અનુભૂતિ હેાય છે. પ્રશ્ન ૯ : આ પરમધ્યાનનું ફળ શું છે? ઉત્તર : આ પરમધ્યાન અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશક્તિ અને અનંત આનદની ઉત્પત્તિનું કારણ છે, જે અનંત ચતુષ્ટયરૂપ ફળ પ્રગટ થવાથી આ પરમતત્વદશ અનંતકાળ સુધી એટલે સર્વ કાળ સુધી પરમાત્મતત્વને અનુભવ કરે છે. પ્રશ્ન ૧૦ : આ પરમધ્યાનમાં ધ્યેયભૂત તત્વ કયું છે? ઉત્તરઃ આ પરમધ્યાન નિર્વિકલ્પ પરમસમાધિરૂપ અવસ્થા છે તેથી બુદ્ધિપૂર્વક ધ્યાન તે કેઈનું નથી પરંતુ નિસ્તરંગ પરિણમનમાં પ્રવ, પરમપરિણામિકભાવરૂપ, સહજજ્ઞાનદર્શનનંદમય સમયસાર ધ્યેય રહી જાય છે. આને સહજશુદ્ધાત્મતત્વનું સહજ અવલંબન કહે છે. આ (થાન) માં આ આત્મા અનાદિઅનંત અહેતુક ચૈતન્યસ્વભાવને કારણરૂપથી ઉપાદાન બનાવીને સ્વયં સહજ આનંદરૂપે પરિણમત રહે છે. આને જ પરમધ્યાન કહે છે. આ પ્રકારે દસ ગાથાઓમાં ધ્યાન સંબંધી તત્વને ઉપદેશ કરીને, શ્રીમત્ સિંદ્ધાંતિદેવ આચાર્યશ્રી ધ્યાનના વર્ણનને ઉપસંહાર કરતા થકા વિશેષ આદેશ કરે છે – ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy