________________
४७४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૮: સાધુ શબ્દને શું અર્થ છે? .
ઉત્તરઃ સર્વશુદ્ધાત્માને સાધથતિ ઇતિ સાધુ જે નિજ શુદ્ધ આત્માને સાથે તે સાધુ કહેવાય છે.
પ્રશ્ન ૯ : પરિણતિઓની જાતિની અપેક્ષાએ સાધુઓ કેટલા પ્રકારના હોય છે?
ઉત્તર : આ અપેક્ષાથી દસ પ્રકારના હોય છે. (૧) પ્રમત્તવિરત (૨) અપ્રમત્તવિરત (૩) અપૂર્વકરણ ઉપશમક (૪) અનિવૃત્તિકરણ ઉપશમક (૫) સૂમસામ્પરાય ઉપશમક (૬) ઉપશાંતહ (૭) અપૂર્વકરણ ક્ષેપક (૮) અનિવૃત્તિકરણ ક્ષપક (૯) સૂમસાંપરાય ક્ષેપક (૧૦) ક્ષીણમેહ.
પ્રશ્ન ૧૦ : ઉક્ત સાધુઓમાં પરિણામ વિશુદ્ધિઓનું એ છાપણું અને વધતાપણું કઈ રીતે છે?
ઉત્તર : પહેલાના નંબર કરતા આગળ આગળના નંબરવાળા સાધુઓ અધિક અધિક વિશુદ્ધ પરિણામવાળા હોય છે.
પ્રશ્ન ૧૧ : સાધુપરમેષ્ઠીના ધ્યાનથી શું પ્રેરણું મળે છે?
ઉત્તર : સાધુઓના ગુણવિકાસ અને ગુણવિકાસના માર્ગના ધ્યાન વડે વ્યવહારમોક્ષમાર્ગ અને નિશ્ચયમેક્ષમાર્ગમાં ચાલવાની પ્રેરણા મળે છે.
પ્રશ્ન ૧૨ : સાધુપરમેષ્ઠી માત્ર પદસ્થ ધ્યાનમાં જ ધ્યેયરૂપ છે?
ઉત્તર : સાધુપરમેષ્ઠી પિંડસ્થસ્થાનમાં પણ ધ્યાવવા ગ્ય છે આ પદસ્થધ્યાન પિંડસ્થધ્યાનના કારણભૂત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org