________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
:
પ્રશ્ન ૯ : નિશ્ચય સમ્યગચારિત્ર કયા ગુણસ્થાનામાં હોય છે? ઉત્તર : નિશ્ચય સભ્યચારિત્રની શરૂઆત તે સમ્યકત્વ પ્રગટ થતાં જ થઈ જાય છે કારણ કે સમ્યકત્વની સાથે સમ્યગ્ જ્ઞાન અને સમ્યપ્ચારિત્રને આરંભ થઈ જાય છે. પરંતુ જ્યા સુધી સરાગચારિત્ર ચાલે છે ત્યાં સુધી વ્યવહારચારિત્રની મુખ્યતા રહે છે તેથી મુખ્યરૂપથી નિશ્ચયસમ્યચારિત્ર ૮મા થી ૧૪ મા ગુણસ્થાન સુધી હાય છે. સવલન કષાયના ઉદય મંદ હેાવાથી ૭ મા ગુણસ્થાનમાં પણ નિશ્ચયસભ્યચારિત્ર પ્રધાન કહેવામાં આવે છે.
૪૨ ૨
પ્રશ્ન ૧૦ : ચતુર્થાદિ ગુણસ્થાનામાં નિશ્ચયસમ્યચારિત્ર ક્યા રૂપમાં રહે છે ?
ઉત્તર : ચતુર્થાદિ ગુણસ્થાનામાં નિશ્ચયસભ્યચારિત્ર સ્વરૂપાચરણુ ચારિત્રના રૂપમાં રહે છે.
પ્રશ્ન ૧૧ : દેશચારિત્ર અને સકળચારિત્રના સમયે સ્વરૂપાચરણુ ચારિત્ર હેાય છે કે નહી?
ઉત્તર : દેશચારિત્ર અને સકળચારિત્રના સમયે પણ સ્વરૂપાચરણ ચારિત્ર રહે છે તેથી અહીં પણ નિશ્ચય સમ્યગ્ ચારિત્ર છે પરંતુ સરાગચારિત્રરૂપ વ્યવહારચારિત્રની સાથે હાવાથી તે ગૌણુરૂપે છે.
આ પ્રકારે, સભ્યજ્ઞાન અને સભ્ય ચારિત્રનું સક્ષેપમાં વર્ણન કરીને હવે તે માર્ગના ઉપાયભૂત ધ્યાનના અભ્યાસના ઉપદેશ શ્રીમત્ સિદ્ધાંતચક્રવર્તીદ કરે છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org