________________
गाथा ४३
પરપદાર્થોનું ગ્રહણ કર્યું હતું તે બધા પદાર્થોનું ગ્રહણ દર્શનમાં આવી જાય છે. આ નયથી “દર્શન સર્વ પદાર્થોનું સાનાન્યા અવલોકન કરે છે એ વાત બરાબર જ ઠરે છે. "
પ્રશ્ન ૧૯ : જે લેકે આભામાં માત્ર જ્ઞાન ગુણ જ માને છે તેમને “જ્ઞાન સ્વપરપ્રકાશક છે” એમ કહેવાને બદલે “આત્મામાં દર્શનગુણ પણ છે તે આત્માને પ્રકાશક છે” એમ સીધું જ શા માટે ન કહ્યું?
ઉત્તરઃ આત્મગ્રાહક દર્શન છે એમ સ્વીકારવા માટે વિશેષ મનન અને અનુભવની આવશ્યક્તા છે. તાર્કિક પ્રસંગમાં એ અવસર પ્રાપ્ત થઈ શકતો નથી. ત્યાં તો તેમને પ્રતીત થવા માટે સ્થૂળ રીતે એમ નિરુપણ કરવું કે “જ્ઞાન સ્વ અને પરનું પ્રકાશક છે” ઉપયુક્ત છે. વિવક્ષાવશ આમાં કઈ દૂષણ લાગતું નથી.
પ્રશ્ન ૨૦ : જે લોકે દર્શન અને જ્ઞાન અને ગુણોને માને છે તેમને “દર્શન પદાર્થોનું સામાન્ય ગ્રહણ કરે છે” એમ કહેવાને બદલે “દર્શને આત્માનું પ્રકાશક છે” એમ શા માટે ન કહ્યું?
ઉત્તર : સ્વસમય સંબંધી સૂક્ષમ વ્યાખ્યાનમાં રુચિ ન રાખવાવાળા જીવેની પ્રતીતિને માટે વ્યાવહારનયનું ઉપર્યુક્ત કથન કરવું તેમાં દોષ લાગતું નથી.
આ પ્રકારે દર્શનના સ્વરૂપનું વર્ણન કરીને હવે એમ કહેવામાં આવે છે કે દર્શને પગ અને જ્ઞાનપગ જેમાં એક સાથે હોય છે કે ક્રમથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org