SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ४२ ४०९ કારણથી સમ્યજ્ઞાન નથી. લેકમાં લૌકિક દ્રષ્ટિથી બાહ્ય પદાર્થોનું જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન ૧૨ : જ્ઞાનનું ફળ શું છે? ઉત્તર : જ્ઞાનનું ફળ નિશ્ચયનયથી તે અજ્ઞાનની નિવૃત્તિ છે અને વ્યવહારનયથી ઉદાસીનતાનું ઉપજવું અર્થાત્ હેયઉપાદેયની બુદ્ધિનું ઉપજવું તે છે. પ્રશ્ન ૧૩ઃ સમ્યજ્ઞાન થતાં શેનાથી ઉદાસીનતા ઉપજે છે? ઉત્તર : સમ્યગજ્ઞાન થતાં સમસ્ત અધ્રુવ ભાવથી ઉદાસીન-બુદ્ધિ થઈ જાય છે. પ્રશ્ન ૧૪ઃ સમ્યજ્ઞાનીને હેય-ઉપાદેય બુદ્ધિ શેમાં શેમાં ઉપજે છે? ઉત્તર : સમ્યગજ્ઞાની જીવને નિજ શુદ્ધ આત્માતત્વમાં ઉપાદેયબુદ્ધિ થાય છે અને આ ધ્રુવ, નિજચેતન્યથી બહિર્ભત જેટલાં ભદદર્શક, વિકલ્પ, પાધિક ભાવ અને અન્ય બધી પર્યાયે અને દ્રવ્ય-તેમાં હેયબુદ્ધિ થાય છે. પ્રશ્ન ૧૫ : નિશ્ચય-વ્યવહારરૂપ ઉકત ફળની માફક શું જ્ઞાન પણ બે પ્રકારનું હોય છે? ઉત્તર : જ્ઞાનના પણ બે ભેદ છે: (૧) નિશ્ચયજ્ઞાન (૨) વ્યવહારજ્ઞાન. પ્રશ્ન ૧૬ : નિશ્ચયજ્ઞાન કેને કહે છે? ઉત્તર : જે જ્ઞાન જ્ઞાનમય આત્માની સાથે એકવ જેડી રહ્યું હોય અથવા જે જ્ઞાન નિર્વિકલ્પરૂપે પોતાને અનુભવ કરી રહ્યું હોય તેને નિશ્ચયજ્ઞાન કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy