________________
પ્રસ્તાવના શ્રમણ સંસ્કૃતિના ઉપાસકોમાં વિશિષ્ટપણે સન્માનનીય અને લોકપ્રિય એવા બૃહદ્રવ્યસંગ્રહ નામના શાસ્ત્રની હિન્દી પ્રશ્નોત્તરી ટીકાને ગુજરાતી અનુવાદ મુમુક્ષુઓની સેવામાં રજુ કરતા સાત્ત્વિક આનંદની લાગણી અનુભવાય છે.
. . શ્રી બૃહદવ્ય સંગ્રહ મૂળ પ્રાકૃત ગ્રંથ બૃહદ્રવ્ય સંગ્રહના કર્તા, વિક્રમની લગભગ આઠમા સદીમાં થઈ ગયેલા, નંદિસંઘના પ્રસિદ્ધ આચાર્ય શ્રી નેમિચન્દ્ર સિદ્ધાંત ચક્રવર્તિ છે. સર્વ શ્રી ગેમદસાર, લબ્ધિસાર, ક્ષપડ્યાસાર, ત્રિલોકસાર. આદિ પ્રસિદ્ધ શાસ્ત્રોના કર્તા તેમજ લોકવિખ્યાત ૫૭ ફુટ ઉંચી શ્રવણબેગેલા (મહેસુર)ની ભગવાન બાહુબલી સ્વામીની મૂર્તિના પ્રસ્થાપક શ્રી ચામુંડરાયના પ્રેરણા ગુરૂ તે પણ આ જ પ્રસિદ્ધ આચાર્ય મહોદય છે.
- આ પ્રસિદ્ધ અને લોકપ્રિય ગ્રંથ અત્યાર સુધીમાં અનેકવાર પ્રકાશિત થઈ ગયો છે. અનુવાદકને તે બાબત જે માહિતી મળી તે અભ્યાસી અને સંશોધકને ઉપયોગી હોવાથી અત્રે રજુ કરી છે.
૧ પરમ શ્રત પ્રભાવક મંડળ શ્રીમદ્ રાજચન્દ્ર જૈન શાસ્ત્રમાળા, મુંબઈ
(હાશ અગાસ) તરફથી આ શાસ્ત્રની ત્રણ આવૃત્તિઓ અનુક્રમે ઈ. સ. ૧૯૦૭, ૧૯૧૯ અને ૧૯૬૬માં પ્રગટ થઈ છે જેમાં મૂળ પ્રાકૃત ગાથા, સંસ્કૃત ટીકા અને હિન્દી અનુવાદ પ્રગટ કરવામાં આવ્યો છે.
૨ સેન્ટ્રલ જૈન પબ્લીશીંગ હાઉસ આરા તરફથી મુળ ગાથાઓ અને
પ્રોફેસર શરતચન્દ્ર ઘોષલ વડે તૈયાર થયેલી અંગ્રેજી છાયા સહિતની આવૃત્તિ ઈ. સ. ૧૯૧૭માં પ્રગટ થયેલી. આ આવૃત્તિમાં ગ્રંથના પાછળના ભાગમાં સંસ્કૃત ટીકા પણ આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org