________________
३९२
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૨ ઃ વિસ્તારસમ્યકત્વ કોને કહે છે?
ઉત્તરઃ સમસ્ત શ્રુતને સાંભળીને તત્વમાં રુચિ થવી તેને વિસ્તારસમ્યકત્વ કહે છે.
પ્રશ્ન ૧૩ : અવગાઢસમ્યકત્વ કેને કહે છે?
ઉત્તર : સમસ્ત દ્વાદયોગીનું જ્ઞાન થઈ ગયા પછી થવાવાળી તત્ત્વપ્રતીતિને અવગાઢસમ્યકત્વ કહે છે.
પ્રશ્ન ૧૪ : પરમ અવગાઢ સમ્યકત્વ કેને કહે છે?
ઉત્તર : કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયા પછી વર્તતા સમકત્વને પરમ અવગાઢ સમ્યકત્વ કહે છે.
પ્રશ્ન ૧૫ : ઉકત સમ્યકત્વના પ્રકારમાંથી શું બધા સમ્યકત્વ નિર્દોષ છે?
ઉત્તર : ઔપથમિક સમ્યકત્વ, ક્ષાયિકસમ્યકતવ અને પરમઅવગઢસમ્યકત્વ આ ત્રણ તે નિર્દોષ જ છે. ક્ષાપશમિકસમ્ય. કત્વ (વેદકસમ્યકત્વ) ચલ, મલિન અગાઢ નામના સૂફમ દેષવાળું છે. બાકીના સમ્યકત્વ જે ક્ષાપશમિકસમ્યકત્વરૂપે હેય તે આ સૂક્ષ્મ દો સહિત છે અને જે પથમિક કે ક્ષાયિક હોય તે નિર્દોષ છે.
પ્રશ્ન ૧૬ઃ સયગષ્ટિની પરિસ્થિતિ કેવી હોય છે?
ઉત્તરઃ આનું વિવરણ સમ્યકત્વના અંગ અને સમ્યકત્વના દોષે જાણવાથી થઈ જાય છે. અંગેના જ્ઞાનથી તે એમ જણાય છે કે સમ્યકત્વમાં આવા ગુણ હોય છે અને દેષોના જ્ઞાનથી એમ જણાય છે સમ્યકત્વ આ દોષોથી રહિત હોય છે.
પ્રશ્ન ૧૭ : સમ્યકત્વના અંગ કયા કયા છે? ઉત્તર: સમ્યકત્વના અંગ આઠ છે : (૧) નિઃશંક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org