________________
રક
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टिका નિમિત્તથી આત્મપ્રદેશના પરિસ્પંદન હલનચલન) ને જે યાન તેને વેગ કહે છે. મને વર્ગણા, ભાષાવર્ગનું, આહારવર્ગણને ગ્રહણ કરવાની શક્તિની પૂર્ણતાને પર્યાપ્તિ કહે છે.
પ્રશ્ન ૯ : મન, વચન કાયાની પ્રવૃત્તિના નિરોધને જે ગુપ્તિ કહેવામાં આવી તો એમાં તે વીર્યગુણના વિકાસનું રૂંધાવું થયું. તે પછી ગુપ્તિ ઉપાદેય કેવી રીતે રહેશે?
ઉત્તર : અશુદ્ધબળને રેકીને આત્મબળના વિકાસને ગુપ્તિ વધારે છે તેથી પરમાર્થ બળના વિકાસનું કારણ હેવાથી ગુપ્તિ ઉપાદેય છે.
પ્રશ્ન ૧૦ : આયુપ્રાણ કોને કહે છે?
ઉત્તર : જેના ઉદયથી (વર્તમાન) ભવ સંબંધી જીવન અને જેના ક્ષયથી (વર્તમાન) ભવ સંબંધી મરણ થાય તેને આયુ પ્રાણ કહે છે.
પ્રશ્ન ૧૧ : આયુઠાણુના ચાર ભેદ કેમ ન બતાવ્યા?
ઉત્તર : ચારેય પ્રકારના આયુપ્રાણનું સામાન્ય કાર્ય તે તે ભવમાં (જીવનું) અવસ્થાન કરાવવાનું છે, તે સામાન્યપણને લઈને આયુપ્રાણને એક જ કહ્યો છે.
પ્રશ્ન ૧૨ ઃ આનપ્રાણ કોને કહેવાય?
ઉત્તર ઃ શરીરમાંથી કઈ પણ પ્રકારના વાયુના આવવા – જવાને આનપ્રાણ કહે છે, જેમ કે મુખ દ્વારા શ્વાસોચ્છવાસની ક્રિયા, મછિદ્રથી વાયુનું આવવું–જવું, નાડી દ્વારા વાયુનું સંચારણ, પૃથ્વી આદિ સર્વ શરીરથી વાયુનું આવવું જવું, વાયુકાયિક જીવનું પણ આખાય શરીરથી આવવું–જવું વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org