SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३९ ३८५ વ્યવહારરત્નત્રયના પાલનમાં રહીને, વિષય-કષાયથી નિવૃત્તિ થઈ નિજ જ્ઞાયકસ્વભાવ સાથે પિતાની એકતા જે તે નિશ્ચયરત્નત્રય અવશ્યપણે પ્રાપ્ત થાય. પ્રશ્ન ૧૧ : નિશ્ચયરત્નત્રય અને વ્યવહાર નત્રય બને શું એક સાથે રહી શકે છે? ઉત્તર : નિશ્ચય અને વ્યવહાર રત્નત્રય અને એક સાથે રહી શકે છે. પ્રશ્ન ૧૨ : ત્યારે તે જે વ્યવહારરત્નત્રય નિશ્ચય- રત્નત્રયની સાથે રહે તેને જ વ્યવહારરત્નત્રય કહે જોઈએ ? ઉત્તર : જે વ્યવહારરત્નત્રય નિશ્ચયરત્નત્રયની સાથે રહી. શકે છે તે તે ફલિત વ્યવહારરત્નત્રય છે અને જે નિશ્ચયરત્નત્રય પહેલાં હોય છે તેને નિમિત્ત વ્યવહારરત્નત્રય કહે છે. પ્રશ્ન ૧૩ : શું વ્યવહારરત્નત્રય વિના પણ નિશ્ચયરત્નત્રય સંભવી શકે છે? ઉત્તરઃ નિર્વિકલ્પ ચારિત્રવાળ ઉચ્ચ ગુણસ્થાનમાં ઉક્ત વ્યવહારરત્નત્રય વિના પણ નિશ્ચયરત્નય રહી શકે છે. આ અભેદરનત્રય જ સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્ર ગુણેની પરિણતિ હેવાથી વ્યવહાર કહેવાય છે. પ્રશ્ન ૧૪ : નિશ્ચયરત્નત્રયને નિશ્ચયથી ત્રણરૂપ ન કહીને એક આત્મારૂપે જ કેમ કહ્યું? ઉત્તર : નિશ્ચયનય અભેદને ગ્રહણ કરે છે તેથી નિશ્ચયરત્નત્રય, એક અભેદ-શુદ્ધપર્યાય પરિણત આત્મા જ છે. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy