________________
गाथा ३७
પ્રશ્ન ૧૨ : કઈ કર્મપ્રકૃતિઓને કયા ગુણસ્થાનમાં સંપૂર્ણ ક્ષય થઈ જાય છે?
ઉત્તર : જે મનુષ્યભવથી આત્મા મુક્ત થાય છે તેમાં નરકાયુ, દેવાયુ અને તિર્યગાયુની તે સત્તા જ નથી. અનંતાનુ બંધી ચાર અને દર્શન મેહની ત્રણ એમ સાત પ્રકૃતિઓને ચોથાથી માંડીને સાતમા ગુણસ્થાન સુધીમાં ગમે ત્યારે ક્ષય થઈ જાય છે. નવમાં ગુણસ્થાનમાં, પહેલા જ્યનગુદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રકૃતિઓને ક્ષય, પછીથી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ સંબંધી આઠ, પછીથી નપુંસકવેદ, પછી સ્ત્રીવેદ, પછી છે નેકષાય, પછી પુરૂષદ, પછી સંજવલન ક્રોધ, પછી સંજવલન માન, પછી સંજવલન માયા એમ છત્રીસ પ્રકૃતિઓને ક્ષય થાય છે. દસમા ગુણસ્થાનમાં સંજવલન ક્રોધને ક્ષય થાય છે. બારમા ગુણસ્થાનમાં જ્ઞાનાવરણની પાંચ, અંતરાયની પાંચ, દર્શનાવરણની બાકીની છે, આ સોળ પ્રકૃતિએને ક્ષય થઈ જાય છે. આ પ્રમાણે ૩ + 9+ ૩૬ + 1 + ૧૬ = ૬૩ ત્રેસઠ પ્રકૃતિએને નાશ થઈ જાય છે અને સકળપરમાત્મત્વ પ્રગટ થઈ જાય છે બાકીની ૮૫ પ્રકૃતિએને ક્ષય ચૌદમા ગુણસ્થાનમાં થાય છે અને ગુણસ્થાનાતીત થઈને આત્મા નિકલપરમાત્મા થઈ જાય છે.
આ પ્રમાણે મોક્ષતવના વર્ણનની સાથે સાથે તેનું વર્ણન સંપૂર્ણ થયું, આ સાત તમાં પુણ્ય અને પાપ ઉમેરતાં નવ પદાર્થ થઈ જાય છે, તે પુણ્ય અને ૫ ૫ પદાર્થોનું વર્ણન આ ગાથામાં કરે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org