________________
३६२
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૭૧ . દેશમશપરીષહજ્ય કેને કહે છે?
ઉત્તર : ડાંસ, મચ્છર, વીંછી, કીડી વગેરેના કરડવાથી ઉત્પન્ન થયેલી વેદનાને, આત્મિક-આનંદના અનુરાગવશ સમતાથી સહન કરવાને દેશમશકપરીષહ કહે છે.
પ્રશ્ન ૨૭ર ના પરીષહજય કોને કહે છે?
ઉત્તર : સ્ત્રીનિરીક્ષણ વગેરે ચિત્તને મલિન કરનાર અનેક કારણે ઉપસ્થિત થતાં પણ, સહજસ્વરૂપની સાધક એવી નગ્નરૂપે રહેવાની પ્રતિજ્ઞાને સ્થિર કરી નિર્વિકારી રહેવું તેને નાખ્યપરીષહજય કહે છે.
પ્રશ્ન ૨૭૩ : સ્ત્રીપરીષહય કોને કહે છે?
ઉત્તર : રૂપ, યૌવન, ગર્વ આદિથી ઉન્મત્ત સ્ત્રીઓ દ્વારા એકાંતમાં હાવભાવાદિ ચેષ્ટાઓ થવા છતાં પણ નિર્વિકાર રહેવું તે સ્ત્રીપરીષહજ્ય છે.
પ્રશ્ન ૨૭૪ : અરતિપરીષહ કેને કહે છે?
ઉત્તર : અનિષ્ટ પદાર્થોને સમાગમ થવા છતાં પણ, પૂર્વે કરેલી રતિનું સ્મરણ ન કરતાં, ગ્લાનિ, વિરોધ આદિને ભાવ ન કરે અને આત્મસાધનામાં લાગી રહેવું તેને અરતિપરીષહ કોને કહે છે.
પ્રશ્ન ર૭પ = ચર્ચાપરીષહજય કેને કહે છે?
ઉત્તર : ગુરૂજનોની દીર્ઘકાળ સુધી સેવા કરવાથી દૃઢ થયાં છે જ્ઞાન, બ્રહ્મચર્ય, વૈરાગ્યાદિ ભાવે જેના એવા સાધુને, શ્રીગુરૂવડે એકલા વિહાર કરવાની આજ્ઞા મળતાં, પગમાં કાંટા, કાંકરા વગેરે અણીદાર વસ્તુઓ વાગે ત્યારે પૂર્વે અનુભવેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org