________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका લગાડવાથી થાય છે, માટે સહજ જ્ઞાન-આનંદ સ્વરૂપ નિજાત્માના એકત્વમાં ઉપયોગ લાગતાં નિર્વિકાર, અનાકુળતારૂપ, અનુપમ આનંદ પ્રગટ થાય જ છે.
પ્રશ્ન ૨૦૩ : અન્યત્વ-અનુપ્રેક્ષા કોને કહે છે?
ઉત્તર : દેહ, કુટુંબ, વૈભવ, ઈન્દ્રિયસુખ વગેરે સમસ્ત પરભાવે મારાથી જુદાં છે, તેથી હેય છે, એ પ્રકારની ભાવનાને અન્યત્વ અનુપ્રક્ષા કહે છે.
પ્રશ્ન ર૦૪ : ઈન્દ્રિયસુખ મારાથી જુદું કેવી રીતે છે?
ઉત્તર : હું નિર્વિકાર, ધ્રુવ, શૈતન્યચમત્કારમાત્ર, કારણ સમયસાર છું અને આ ઈન્દ્રિયસુખ કર્મને આધીન અને સ્વભાવવિરુદ્ધ હોવાથી વિકાર છે અને નાશવંત છે. આ કારણથી, હું ઈન્દ્રિયસુખથી પણ ભિન્ન છું.
પ્રશ્ન ૨૦૫ : અન્યત્વ અનુપ્રેક્ષાથી શું લાભ છે?
ઉત્તર : પરભાવની ભિન્નતા જાણવાથી, આત્માને, પરવસ્તુઓમાં હિતબુદ્ધિ થતી નથી અને પરમ હિતકારી નિજ શુદ્ધ આત્મતત્વમાં ભાવના જાગૃત થાય છે.
પ્રશ્ન ૨૦૬ : એકત્વ-અનુપ્રેક્ષા અને અન્યત્વ-અનુપ્રેક્ષા બન્નેને વિષય એકત્વની ભાવના છે, તે બનેમાં શું તફાવત રહ્યો?
ઉત્તર : એકત્વ ભાવનામાં તે વિધિરૂપથી નિજાત્મતત્વને ઉપગ કરવામાં આવે છે અને અન્યત્વભાવનામાં અન્યના નિષેધરૂપે નિજાત્મતત્વને ઉપગ કરવામાં આવે છે. આ પ્રકારે, આ બે ભાવનાઓમાં અંતર જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org