SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३५ ३३९ ઉત્તર : દ્રવ્યપરિવર્તનથી અનંતગુણો કાળ ક્ષેત્રપરિવર્તનને છે, ક્ષેત્રપરિવર્તનથી અનંતગુણે કાળ કાળપરિવર્તનને છે, કાળપરિવર્તનથી અનંતગુણો કાળ ભવપરિવર્તનને છે અને ભવપરિવર્તનથી અનંતગુણે કાળ ભાવપરિવર્તનને છે. પ્રશ્ન ૨૦૦ ? આ સંસાર-અનુપ્રેક્ષાથી શું લાભ થાય? ઉત્તર : નિજ શુદ્ધ આત્મતત્વની ભાવના વિના, અજ્ઞાનથી, આ જીવે આવાં અનેક પ્રકારનાં નામદેહાદિને ધારણ કરી, વિવિધ પ્રકારના ભાવે કરી, ચાર ગતિઓમાં ભટકી, નામકર્મોને બાંધીને ભયંકર દુઃખ ભેગવ્યાં. હવે જે આવાં દુઃખ ન ભેગવવા હોય તે સંસારના દુઃખેને નાશ કરનારી, નિજશુદ્ધ આત્માની ભાવના ભાવવી જોઈએ. આ હિત-કર્તવ્યની પ્રેરણા સંસાર અનુપ્રેક્ષાથી મળે છે. પ્રશ્ન ૨૦૧ : એકત્વ-અનુપ્રેક્ષા કેને કહે છે? ઉત્તર : સુખ-દુઃખ, જીવન-મરણ વગેરે બધી અવસ્થાએમાં હું એકલે જ છું, સંસારમાર્ગને કર્તા પણ હું એકલે જ છું અને મોક્ષમાર્ગને કર્તા પણ હું એકલે જ છું. આ પ્રકારે ચિંતવન કરવું અને દ્રવ્યકર્મ, કર્મ અને ભાવકર્મથી રહિત જ્ઞાયકભાવરૂપ, એક નિજ શુદ્ધ આત્મતત્વની ભાવના કરવી તેને એકત્વઅનુપ્રેક્ષા કહે છે. પ્રશ્ન ૨૦૨ ઃ આ ભાવનાથી શું લાભ છે ? ઉત્તર : એકત્વભાવનાથી દુખની શાંતિ થઈ સહજ આનંદ પ્રગટ થાય છે. દુઃખ વિકલપિથી ઉત્પન્ન થાય છે. અને તેની ઉત્પત્તિ કેઈ ને કઈ પરપદાર્થના સંબંધથી, તેમાં ઉપગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy