________________
३३६
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका તિર્યંચની જઘન્ય આયુ એક અંતર્મુહૂર્તમાં લઈને ઉપ. પછી અંતમુર્હતમાં જેટલો સમય છે તેટલી વાર એટલાં જ આયુષ્યથી ઉપજે. પછી ક્રમથી એક એક સમય અધિક આયુષ્ય લઈને તિર્યંચમાં ઉત્પન્ન થઈને ત્રણ પલ્યની પૂર્ણ આયુવાળે થયે. આ તિર્યંચ પરિવર્તન છે. આ સિવાય, કેમ વિરુદ્ધ બીજી અનંતીવાર જન્મે તેની અહીં ગણતરી કરવી નહીં.
કેઈ જીવ નકરની જ ઘન્ય આયુ દસહજાર વર્ષની લઈને ઉપ. પછી દસ હજાર વર્ષના જેટલો સમય છે તેટલી વાર દસ હજાર વર્ષની જઘન્ય આયુષ્ય લઈને જન્મે પછીથી એક એક સમયની અધિક આયુષ્ય લઈને ઉત્પન્ન થતે થતે ઉત્કૃષ્ટ તેત્રીસ સાગર પ્રમાણ આયુષ્યવાળો થઈ જ. આની વચ્ચે, નરક સિવાયની બીજી અનેક મનુષ્ય તિર્યંચાદિ ગતિઓમાં ઉત્પન્ન થે તેમ વળી કમવિરૂદ્ધ અનેકવાર નરકની આયુષ્ય લઈ ઉત્પન્ન થયે તે ઈત્યાદિની આમાં ગણતરી કરવી નહીં. આ એક નરકભવપરિવર્તન થયું. . આ પ્રમાણે મનુષ્યભવપરિવર્તન પણ સમજી લેવું, તેમાં જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્ય હોય છે.
નરકભવપરિવર્તનની જેમ દેવભવપરિવર્તન પણ સમજી લેવું પરંતુ ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્યમાં એકત્રીસ સાગર સુધી જ લેવું કારણ કે તેથી આગળની સ્થિતિની દેવની આયુષ્ય માત્ર સમ્યગદ્રષ્ટિ ને જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org