SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा २४ १८३ નહીં. કાળદ્રવ્ય અસ્તિ તે છે પરંતુ કાય નથી તેથી તેનું અહીં ગ્રહણ નથી. પ્રશ્ન ૭ : ઉત્પાદ-વ્યય ધ્રૌવ્ય જુદા જુદા સમયે થાય છે કે એક સાથે? ઉત્તર : આ ત્રણે એક જ સમયે, એટલે એકસાથે જ થાય છે. કારણ કે વર્તમાન પરિણમન છે તેને જ નવીન પર્યાયની દ્રષ્ટિથી ઉત્પાદ કહે છે અને તેને જ પૂર્વપર્યાયની અપેક્ષાથી વ્યય કહે છે, અને કાયમ જ રહે તેને ધ્રૌવ્ય કહે છે. અનંત પર્યાયે માં જે એક સામાન્યરૂપે રહ્યા જ કરે છે, તે એક સામાન્ય સ્વભાવને ધ્રૌવ્ય-નિરંતર કહે છે. પ્રશ્ન : કાય શબ્દને નિરુક્તિ અર્થ શું છે? ઉત્તર : વીજ નિ નરઃ જે સંગ્રહીત હોય તેને કાય કહે છે. પ્રશ્ન ૯ : શું દ્રવ્યના પ્રદેશ સંગ્રહીત થયા છે? ઉત્તર : દ્રવ્યના પ્રદેશ સંગ્રહીત થયા નથી, અનાદિથી જ દ્રવ્ય સહજ પ્રદેશમય છે, પરંતુ સંગ્રહીત આહારવર્ગણુઓના સમુહરૂપ કાય અથવા શરીરની જેમ દ્રવ્યમાં પણ બહુપ્રદેશત્વ છે, તેથી આ પાંચ દ્રવ્યને પણ કાય કહે છે. પ્રશ્ન ૧૦ : શું શુદ્ધ દ્રવ્યમાં પણ બહુપ્રદેશીપણું રહે છે? ઉત્તર : ધર્મ, અર્ધર્મ, અને આકાશ-એ ત્રણ અસ્તિકાય તે હંમેશા શુદ્ધ જ રહે છે અને બહુપ્રદેશ છે. પુદ્ગલકંધમાંથી કોઈ પુદ્ગલદ્રવ્ય શુદ્ધ થઈ જાય અર્થાત્ કેવળ પરમાણુ રૂપે રહી જાય તે પણ શક્તિ-અપેક્ષાએ તેમાં બહુપ્રદેશીપણું છે. જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy