________________
१८०
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૮ : અનેકાંત કેને કહે છે?
ઉત્તર : જેમાં અનેક અંત અથવા ધર્મ હોય તેને અનેકાંત કહે છે. આ સિદ્ધાંતનું નામ પણ અનેકાંત છે.
પ્રશ્ન ૯ : સ્યાદ્વાદ કેને કહે છે?
ઉત્તર : અનેકાંતાત્મક વસ્તુના ધર્મોને, સ્યાત્ અથવા અપેક્ષાથી વાદ અથવા કહેવું તે સ્યાદ્વાદ છે. સ્યાદ્વાદનું બીજુ નામ અપેક્ષાવાદ પણ છે.
પ્રશ્ન ૧૦ : એક વસ્તુને સ્યાદ્વાદ કેટલા પ્રકારથી કહી શકે છે?
ઉત્તર : એક વસ્તુને સ્યાદ્વાદ સાત પ્રકારથી કહી શકે છે. એ ધર્મની બાબતમાં અસ્તિ, નાસ્તિ, અવક્તવ્ય, અસ્તિઅવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય, અસ્તિ-નાસ્તિ, નાસ્તિ, અસ્તિનાસ્તિ-અવક્તવ્ય. આને સપ્તનયભંગી પણ કહેવામાં આવે છે.
પ્રશ્ન ૧૧ ? આ સાતેય ભંગને શું ભાવ છે?
ઉત્તર : આ બંનેને એક ધર્મને આશ્રય લઈને ઘટાવીએ. જેમ કે નિત્ય ધર્મને દાખલે લઈને જોઈએ તે (૧) વસ્તુ સ્યાત્ નિત્ય છે. (૨) વસ્તુ સ્થાત્ અનિત્ય છે. (૩) વસ્તુ સ્યાહ્ન અવક્તવ્ય છે. (૪) વસ્તુ સ્યાત્ નિત્ય અવક્તવ્ય છે. (૫) વસ્તુ સ્યાત્ અનિત્ય અવક્તવ્ય છે. (૬) વસ્તુ સ્યાત્ નિત્ય અને અનિત્ય છે. (૭) વસ્તુ સ્વાતું નિત્ય-અનિત્ય અવક્તવ્ય છે. - પ્રશ્ન ૧૨ ઃ આ ભંગની અપેક્ષા કઈ કઈ છે?
ઉત્તર : વસ્તુ દ્રવ્યદ્રષ્ટિથી નિત્ય છે, પર્યાયદ્રષ્ટિથી અનિત્ય છે, પરમાર્થથી યુગપદ્રષ્ટિથી અવક્તવ્ય છે. દ્રવ્ય અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org