________________
गाथा १७
ઉત્તર : પૂર્ણ ધર્મદ્રવ્ય ગતિ હેતુ છે. કોઈ પણ દ્રવ્યની એવી પરિસ્થિતિ નથી હોતી કે, કઈ દ્રવ્યની ક્રિયામાં અન્ય દ્રવ્યને કોઈ ભાગ નિમિત્ત કારણ હોય અને કોઈ ભાગ (નિમિત્ત કારણું ન હોય.
પ્રશ્ન ૧૯ : ધર્મદ્રવ્ય એકપ્રદેશી હોય, અને તે ગમે ત્યાં સ્થિત હોય, તે એક જ સર્વ જીવ-પુદ્ગલેના મનમાં નિમિત્તકારણ કેમ ન થઈ જાય?
ઉત્તર : બધા સાક્ષાત્ નિમિત્તકારણો એક ક્ષેત્રાવસ્થિત હોય છે. તેથી ધર્મદ્રવ્ય લેકવ્યાપી જ જીવ–પુદ્ગલેના મનમાં કારણ છે.
પ્રશ્ન ૨૦ : કુંભાર તે ભિન્ન ક્ષેત્રમાં રહીને પણ ઘડાનું નિમિત્ત કારણ થાય છે?
ઉત્તર : કુંભાર માટીના પરિણમનનું સાક્ષાત્ નિમિત્ત-- કારણ નથી પરંતુ આશ્રયભૂત નિમિત્ત-કારણ છે.
પ્રશ્ન ૨૧ : સાક્ષાત્ નિમિત્ત કારણ કેને કહે છે?
ઉત્તરઃ અંતર રહિત અન્વયવ્યતિરેક વાળા કારણને સાક્ષાત્ નિમિત્તકારણ કહે છે, જેમકે, બધા દ્રવ્યના પરિણમન સામાન્યનું સાક્ષાત્ નિમિત્તકારણ કાળદ્રવ્ય છે, જીવના વિભાવનું નિમિત્તકારણ કર્મ દ્રવ્ય છે. જીવ–પુદ્ગલની ગતિનું નિમિત્તકારણ ધર્મદ્રવ્ય છે વગેરે.
પ્રશ્ન ૨૨ : ધર્મદ્રવ્ય અને ધર્મમાં શું અંતર છે?
ઉત્તર : ધર્મદ્રવ્ય તો એક સ્વતંત્ર દ્રવ્ય છે, જે ગતિમાં ઉદાસીન નિમિત્તકારણ છે, અને ધર્મ આત્માના સ્વભાવને અથવા આત્મસ્વભાવના અવલંબનથી પ્રગટ થવાવાળી પરિણતિને કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org