________________
१५४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પિદુગલિક છે. ચૈતન્યભાવથી ભિન્ન છે તેથી તે પણ વાસ્તવમાં પુદગલની વિભાવવ્યંજનપર્યાય છે.
પ્રશ્ન કરઃ ભેદ કોને કહે છે? ઉત્તર : સંયુક્ત પદાર્થનું ખંડન થવું તે ભેદ છે. પ્રશ્ન ૪૩ : ભેદ કેટલા પ્રકારના હોય છે?
ઉત્તર : ઘનખંડ, દ્રવખંડ આદિ અનેક પ્રકારનાં ભેદ છે, જેમ કે ઘઉંને લેટ, ઘીને હિરસ વગેરે.
પ્રશ્ન ૪૪ : તમ કોને કહે છે? ઉત્તર : દેખવામાં વિશ્વ નાખવાવાળા અન્ધકારને તમ
પ્રશ્ન ૫ : તમ તે પ્રકાશના અભાવને કહે છે, તે પગલપર્યાય કેવી રીતે છે?
ઉત્તર : પ્રકાશને અન્ધકારના અભાવરૂપ બતાવીને પ્રકાશને પણ લેપ થઈ શકે છે. દ્રષ્ટિને સાધક અને રેધક હોવાથી એકને સદુભાવરૂપ અને અભાવરૂપ કહેવા ઠીક નથી. બને સભાવરૂપ છે. જેમ પ્રકાશ સ્કંધના પ્રદેશોની અવસ્થા છે તેમ અંધકાર પણ પ્રદેશની અવસ્થા છે.
પ્રશ્ન ૪૬: છાયા કોને કહે છે?
ઉત્તર : કઈ પદાર્થના નિમિત્તથી પ્રકાશયુક્ત અથવા કંધ પદાર્થ પર પ્રતિબિંબ પડવું તે છાયા છે, જેમ કે ઝાડની પૃથ્વી ઉપર છાયા, દર્પણમાં મનુષ્યનું પ્રતિબિંબ, જળમાં ચન્દ્રનું પ્રતિબિંબ વગેરે.
પ્રશ્ન ૪૭ : આ પ્રતિબિંબ વૃક્ષ, મનુષ્ય અને ચન્દ્રના છે તેથી તેમની જ પર્યાય ગણાવી જોઈએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org