________________
गाथा १३
જેમ, જ્યાં મિશ્ર પરિણામ હોય, કે જે નથી તે કેવળ સમ્યકત્વરૂપ કે નથી તે કેવળ મિથ્યાત્વરૂપ, પરંતુ જે સમ્યમિથ્યાત્વરૂપ છે તેવા પરિણામેને સમ્યગમિથ્યાત્વ કહે છે.
પ્રશ્ન ૬ : અવિરતસમ્યત્વ કેને કહે છે?
ઉત્તર : જ્યાં સમ્યકત્વ તે પ્રગટ થઈ ગયું, પરંતુ એકદેશ કે સર્વદેશ કેઈ પણ પ્રકારને (નિયમપૂર્વકને) સંયમ પ્રગટ ન હોય તેને અવિરતસમ્યકત્વ કહે છે.
પ્રશ્ન ૭ : દેશવિરત કેને કહે છે?
ઉત્તર : જ્યાં સમ્યગદર્શન પણ પ્રગટ છે અને એકદેશસંયમ અથવા સંયમસંયમ પણ છે, તે પરિણામને દેશવિરત ગુણસ્થાન કહે છે.
પ્રશ્ન ૮: પ્રમત્તવિરત ગુણસ્થાન કેને કહે છે ?
ઉત્તર : જ્યાં સર્વદેશસંયમ પણ પ્રગટી ગયેલ છે પરંતુ સંજવલન કષાયને ઉદય મંદ ન હવામી પ્રમાદ હેય, તે ભાવને પ્રમત્તવિરત ગુણસ્થાન કહે છે.
પ્રશ્ન ૯ : પ્રમાદ એટલે શું, આળસ કે બીજું કાંઈ?
ઉત્તર : ઉપદેશ, વિહાર, આહાર, દીક્ષા, શીક્ષા વગેરે શુભેપગના રાગનું ઉડવું વગેરે (અહીં) પ્રમાદને અર્થ થાય છે.
પ્રશ્ન ૧૦ : અપ્રમત્તવિરત ગુણસ્થાન કોને કહે છે?
ઉત્તર : જ્યાં સંજવલન કષાયને ઉદય મંદ થઈ જવાથી પ્રમાદ ન રહે તે પરિણામને અપ્રમત્તવિરત ગુણસ્થાન કહે છે?
પ્રશ્ન ૧૧ : અપ્રમતવિરતના કેટલા ભેદ છે? ઉત્તર : અપ્રમતવિરતના બે ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org