________________
સમાધિશતક-વિવેચન
૨૪૩
વૃત્તિની લીનતા થાય તેવા અભ્યાસની જરૂર છે. તેને ભેદજ્ઞાનનો અભ્યાસ કહેવાય છે. એ અભ્યાસ એટલે બધે થઈ જ જોઈએ કે પિતાને દેહ તે પોતાનું સ્વરૂપ ભૂલથી પણ ન મનાય, બીજાને દેહ દેખી તેથી તેનું સ્વરૂપ ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એમ સહજ ભાસે તથા સ્વમમાં પણ દેહને પિતાનું સ્વરૂપ ન મનાય, કે પરને દેહ સ્વપ્રમાં જઈ તે જડ ભાસે પણ વિકાર ન થાય.
શ્રી સમયસારની ટીકામાં શ્રી અમૃતચંદ્રાચાર્ય જણાવે છે? "भावयेभेदविज्ञानमिदमच्छिन्नधारया । तावद् ध्यायन् परं धुत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ॥"
ભાવાર્થ – જ્ઞાન જ્ઞાનમાં સ્થિત થાય, પરથી છૂટે, ત્યાં સુધી આ ભેદ-વિજ્ઞાન અખંડ ધારાએ નિરંતર ભાવવું. પૂર્વે દેહાદિ પરરૂપ પિતાને જીવ જાણતું હતું, પણ દેહાદિથી પોતાને ભિન્ન જાણવા, ભેદ-વિજ્ઞાનની ભાવના ત્યાં સુધી કરવાની છે કે જ્યાં સુધી જ્ઞાન, પર રૂપને ભિન્ન જાણું, પિતાને જ્ઞાનસ્વરૂપ વિષે સ્થિતિ કરે. પછી ભેદ-વિજ્ઞાન કરવાનું પ્રયેાજન રહેતું નથી. આપોઆપ પર પરરૂપે અને પોતે પોતાને રૂપે જણાયા કરે છે. પણ પર દ્રવ્યનું જણાવું મટી જાય છે એમ નથી. પર દ્રવ્યને પણ વીતરાગપણે જાયા કરે છે, ત્યાં વિકલ્પ નથી.
પ્રત્યેકે પ્રત્યેક પદાર્થને અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે.”
–હાથનોંધ-શ્રીમદ્ રાજચંદ્ર “એ કાયા મારી ન થઈ અને નહીં થાય, ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂખતા છે. જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org