________________
૨૩૬
ગ્રન્થ-યુગલ
જાણનારને જાણ્યા કરવાને અભ્યાસ યથાશક્તિ કર્તવ્ય છે. બાહ્ય દ્રશ્ય જગત જેનાર પણ તે જ છે, દ્રશ્ય જગત પણ તેને હાજરીની સાબિતી આપે છે એમ માન્ય કરી, દેહાદિક દ્રશ્ય જગત બાહ્યા છે, આત્મામાં આભાસ માત્ર છે, તે આત્માનું નિર્મળપણું હોવાથી પ્રતિભાસે છે, પરંતુ તે પ્રતિભાસ આત્મસ્વરૂપ જ છે. બાહ્ય જગત તે તેને ઠેકાણે છે; પણ આત્મામાં જે જ્ઞાનાકારે જણાય છે, તે બાહ્ય જગત નથી. આમ ભેદ વિજ્ઞાનથી આત્માને આત્મારૂપે જાણવાનું અને અચેતન દૃશ્ય જગતને પરરૂપે જાણી તેનું માહાસ્ય હૃદયથી દૂર કરી નિવિકલ્પપણે પરિણમવાનું ફળ પરમાત્મપણું છે.
જેમ કેઈ માણસ મકાનની પાંચ-છ બારીઓમાં વારાફરતી જઈ જોયા કરે તે તેને બાહ્ય વસ્તુઓ જ દ્રષ્ટિગોચર થયા કરે, પણ ઘરમાં રહેનારને વૈભવ તેને લક્ષમાં આવે નહીં, તેમ જે આત્માની શક્તિ પાંચ ઇંદ્રિય અને મનદ્વારા બાહ્ય દેહાદિ જગતને જોવામાં જ પ્રવર્તે છે, તેને આત્માની અચિંત્ય શક્તિનો ખ્યાલ આવતું નથી, માત્ર પુદ્ગલના શબ્દ, સ્પર્શ, રસ, ગંધ અને વર્ણરૂપ અચેતન ગુણોને પરિચય થાય છે, કે પરવસ્તુઓના વિકલપમાં હર્ષ-શેકની પ્રવૃત્તિ થાય છે. પણ જે સર્વ બારીઓ બંધ કરી અંદર ઘરના માલિકને મળે તે તેનું ઓળખાણ થાય, તેની સર્વ સમૃદ્ધિનું ભાન પ્રગટે, અને સુખી થાય, તેમ આત્માની જેટલી શક્તિઓ અત્યારે ક્ષપશમ પ્રમાણે પ્રગટી છે તે બધી શક્તિએ જે અંતરમાં પ્રવૃત્તિ થાય તે તે શક્તિઓ દિન દિન આવરણ પામતી જાય છે તેને બદલે સુરક્ષિત અને સમૃદ્ધ બની, આત્માની શુદ્ધિના ધ્યેયથી અભ્યાસ કરતાં કેવળજ્ઞાન સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org