SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક-વિવેચન “સેવે સદ્ગુરુ-ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિપદના લે લક્ષ.’ ~~~શ્રીમદ્ રાજચન્દ્ર એકાંતે નિશ્ચયનયનું અવલંબન લેનાર, વ્યવહારનયનું તેના ક્ષેત્ર પૂરતું પણ સ્થાન નહીં સ્વીકારનાર વસ્તુસ્વરૂપ સમજી શકતા નથી, જ્યાં છે ત્યાંથી આગળની વિકાસભૂમિમાં આવી શકતા નથી; માત્ર શુષ્કજ્ઞાની અની જે નીચેની ભૂમિકામાં ઉપકારી સાધના કે સર્વ્યવહારરૂપ પુરુષાર્થ છે તેના ઉત્થાપનાર અની મેહમાં વર્ત્યા કરે છે, બીજાને મેાહના માર્ગમાં દોરનાર કુગુરુ બની મહાપાપી ઉત્સૂત્ર-પ્રરૂપણા કરનાર બને છે. “બંધ મેક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહીં; વર્ષે માહાવેશમાં, શુષ્કજ્ઞાની તે અહીં.'' -શ્રીમદ્ રાજચંદ્ર નિશ્ચયનય ધ્યેયને લક્ષ કરાવે છે, વ્યવહારનય તે ધ્યેય સુધી પહાંચવાના પુરુષાર્થનાં પગથિયાં બતાવે છે. માટે મુમુક્ષુ જીવે તે હિતકારી પ્રવર્તન કર્તવ્ય છે. “જ્યાં જ્યાં જે જે યેાગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં 'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સાય.” ---શ્રીમદ્ રાજદ્ર વ્યવહારથી સદ્ગુરુનું લક્ષણ આ પ્રમાણે છે :— “આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વવાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.” શ્રીમદ્ રાજચંદ્ર આવા આત્માનુભવી સદ્ગુરુના યાગ જીવને મહદ્ ભાગ્યે થાય, તેા તેનામાં પરમાર્થે પામવાની સાચી યાગ્યતા Jain Education International ૨૨૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy