________________
૨૦૦
ગ્રન્થ-યુગલ પહેરાવ્યાં હોય, તે તેનું રૂપ કયાંય જતું રહેતું નથી, કે આભૂષણ, ટાપટીપ રહિત અવસ્થામાં પણ શરીર તેનું તે જ છે, તેમ શરીર વૃદ્ધ થવાથી, નિર્બળ કે કાંતિરહિત થવાથી જ્ઞાની પુરુષો પોતાને વૃદ્ધ, નિર્બળ કે નિસ્તેજ માનતા નથી.
બહિરાત્માની બાહ્યદ્રષ્ટિ હોવાથી શરીરને જ તે પિતાનું સર્વસ્વ માને છે, યુવાવસ્થામાં પિતે સુંદર, સશક્ત, આકર્ષક અને ઉત્તમ પોતાને માને છે, તે વખતે પૈસા ખર્ચીને પણ પિતાનું શરીર સુંદર બનાવે છે, સગાં પ્રિયજનેના શરીરેમાં, કપડાંમાં, અલંકારે અને વૈભવેમાં આસક્ત બને છે. પરંતુ વૃદ્ધાવસ્થામાં, માંદગીમાં કે કઈ કારણે કદરૂપું શરીર થઈ જતાં શોક કરે છે, પ્રિયજનેનું શરીર સુકાઈ જાય, વૃદ્ધ થાય, કદરૂપું બની જાય તે ખેદ કરે છે, તેમના ઉપરથી તેને મેહ ઘટી જાય છે, ઘણું તે ફરી પરણે છે અને પ્રથમની પત્નીને ત્યાગ કરે છે. આ બધે બાહ્યને મેહ અલ્પ કાળમાં પલટાઈ જાય છે, કારણકે કઈ વસ્તુ તેવી ને તેવી રહી શકતી નથી.
જે જ્ઞાની પુરુષના હૃદયમાં જ્ઞાનતિ પ્રગટ, જાગ્રત છે, તે નાશવંત પદાર્થોમાં મેહ કરતા નથી, અજર, અમર અને અવિનાશી એવું આત્મસ્વરૂપ તે પિતાનું છે એમ જ્ઞાનીએ જાણેલું હોવાથી, દેહાદિ બાહ્ય પદાર્થો બગડી જાય તેમાં પિતાનું કંઈ બગડતું નથી, એ અખંડ નિશ્ચય વિવેકી પુરુષોને પલટાતા નથી.
શ્રી યશોવિજયજી ઉપાધ્યાય શ્રી અનંતનાથ જિનેશ્વરના સ્તવનમાં ગાય છે :સાચે જંગ તે ધર્મને, સાહેલડિયાં, બીજો રંગ પતંગ રે, ગુણવેલડિયાં, ધર્મરંગ જીરણ નહીં, સાહેલડિયાં, દેહ તે જીરણ થાય રે, ગુણ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org