________________
૧૯૮
ગ્રન્થ-યુગલ એવું અનુમાન બહિરાત્મા કરે છે. પિતે શરીરે જાડો થાય તે હરખાય છે, શરીર જાડું કરવા શિયાળામાં વસાણ, પાક કરાવીને ખાય છે, ખેરાક પચાવવાની દવાઓ ખાય છે, દિવસમાં વારંવાર પચ્યા વિના પણ બદામ, પકવાન, મીઠાઈ ખા ખા કરે છે.
આ પ્રકારની બ્રાંતિ ટાળવા કે દેખાદેખી તેવા પ્રકારમાં વિવેકી પુરુષો ન તણાઈ જાય તે અર્થે નિષ્કારણ કરૂણાશીલ ગ્રંથક્ત, જ્ઞાની પુરુષની માન્યતા દેહ વિષે કેવી હોય છે, તે દૃષ્ટાંતપૂર્વક વર્ણવે છે.
જાડાં કપડાં પહેરવાથી શરીર જાડું બીજાને દેખાય, પણ કપડાં પહેરનાર પિતાને જાડો માનતા નથી; કપડાંને ભરાવે શરીરથી જુદો છે, એમ કપડાં પહેરનારને ભાન છે, તેમ અંતરાત્મા, જ્ઞાની પુરુષ જાણે છે કે દેહ તે આત્માથી ભિન્ન છે, જેમ કપડાં શરીરથી ભિન્ન છે તેમ. તેથી પિતાને દેહ પુષ્ટ થતે દેખીને પણ જ્ઞાની પુરુષને, હું જાડો હવે થયો, એમ થતું નથી, તેથી હર્ષ થતા નથી. જે તે ભાવ આવી જાય તે વિચારવાનને ખેદ થાય કે હજી દેહાધ્યાસનું રાજ્ય વર્તે છે. માટે મારે વિશેષ આત્મભાવ દૃઢ કરવાને છે. મરણપ્રસંગે આ ભાવ વર્તે તે મારું સમાધિમરણ થતું અટકે અને સમ્યક્રદર્શન પણ ચાલ્યું જાય એ વિચાર વિચારવાનને વર્તે છે.
શરીર સુકાઈ જાય, કાળું પડી જાય, ફીકું પડી જાય, અશક્ત થઈ જાય, ફેર ચઢ, રેગ થાય, વેદના થાય એ બધા દેહના ધર્મે જાણી તે પ્રત્યે વૃત્તિ જતી રેકી, આત્મા અજર, અમર, અવિનાશી, પરમાનંદરૂપ છે એ આત્મભાવનાથી શુદ્ધ ભાવને દ્રઢ કરે. પરમાત્મપદ વિસરાય નહીં તેવા અભ્યાસની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org