________________
સમાધિશતક-વિવેચન
૧૭૧ સાંભળ, ચર્ચ, ઇચ્છ, ભાવ; આ કામ કાળજીપૂર્વક કરવામાં આવે તે પરવસ્તુમાં વચન, કાયા દ્વારા મન પ્રેરાય છે તે પ્રવૃત્તિ અટકે અને આત્મપરિણતિ પ્રત્યે વૃત્તિ ટકે. “આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે”
-- શ્રીમદ્ રાજચંદ્ર જેને આત્મજ્ઞાન થયું છે. આત્માની પ્રતીતિ આવી છે, તેણે તે હવે આત્મસ્થિરતા સાધવા સતત અંતર્મુખ ઉપગ રાખવારૂપ ચારિત્રની આરાધના કર્તવ્ય છે –
સતત અંતર્મુખ ઉપગે સ્થિતિ એ જ નિગ્રંથને પરમ ધર્મ છે. એક સમય પણ ઉપગ બહિર્મુખ કરે નહીં એ નિગ્રંથને મુખ્ય માર્ગ છે, પણ તે સંયમાથું દેહાદિ સાધન છે તેના નિર્વાહને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા
ગ્ય છે. કંઈ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપગ બહિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે, કેવળ અને સહજ અંતર્મુખ ઉપગ તે મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે. અને નિર્મળ વિચારધારાના બળવાનપણુ સહિત અંતર્મુખ ઉપગ સાતમે ગુણસ્થાનકે હોય છે. પ્રમાદથી તે ઉપગ ખલિત થાય છે, અને કંઈક વિશેષ અંશમાં ખલિત થાય તે વિશેષ બહિર્મુખ ઉપગ થઈ ભાવ-અસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છોડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપગે થઈ શકે એવી અદ્ભુત સંકળનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર
હોય છે તે પણ તેવી
અંત
કેવળ •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org