SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ગ્રન્થ યુગલ જડ કે ચેતનમાં, સ્થાન મળે તેમ નથી એવી વિચારણા પ્રદર્શિત કરી મધ્યસ્થ કે સમભાવની પ્રધાનતા દર્શાવી છે. હવે ત્રણ આત્મદશાઓમાં ગ્રહણ ત્યાગની મર્યાદા ગ્રંથકાર પ્રરૂપે છે : त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मविद् । नान्तर्बहिरुपादानं न त्यागो निष्ठितात्मनः ॥ ४७ ॥ બાહ્ય ત્યાગે, ગ્રહે મૂઢ, જ્ઞાનીની ગુપ્ત વર્તના; નિષ્તિાત્મા ન ત્યાગે કે, ગ્રહે બાહ્યાન્તરે જરા. ૪૭ ભાવાર્થ : અહિરાત્માને ઇંદ્રિયથી જણાતા દૃશ્ય જગતનું માહાત્મ્ય હાવાથી, તથા તેના જેવા ઘણા બહિરાત્માઓ ખાદ્ય ક્રિયા દાન, પૂજા, ભક્તિ, ઉપવાસ આદિને ધર્મ માનનારા હેાવાથી, તે પ્રવાહમાં જ ધર્મપ્રવૃત્તિ બહિરાત્માની થાય છે. પાતે બાહ્ય ધર્મક્રિયાઓ દેખે છે, બીજા પણ તેને પ્રશંસે છે, તેથી અંતરંગ ધર્મ જે સમ્યક્દર્શનાદિ તથા તેનાં લક્ષણ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા આદિ તરક્ તેની દ્રષ્ટિ વળતી નથી. પેાતે જે કરે છે તેમાં સંતેષ માની, તેનું માહાત્મ્ય ગાયા કરે છે, તેથી સત્સંગ આદિનું માહાત્મ્ય લાગતું નથી, કે તેવા યોગ પુણ્યના ઉદયે મળી આવે, તે તેની દૃષ્ટિ બાહ્ય ભાવામાં જ રમ્યા કરે છે અને સત્સંગના લાભ તેને પ્રાપ્ત થવા દુર્લભ થઈ પડે છે. લૌકિક વ્યવહારમાં બહિરાત્માની જેમ પૈસા, લાગવગ, મેટાઇ વગેરે તરફ દ્રષ્ટિ રહે છે તેમ ધર્મની બાબતમાં પણ મોટા ગણાવાની, વ્રત નિયમેની, દાન-પૂજા આદિની મહત્તા જીવને વળગેલી હાવાથી પરમાર્થની જિજ્ઞાસા જાગવી તેને દુર્લભ થઈ પડે છે. શાસ્ત્રો વાંચ્યા છતાં, માટી મેાટી વાતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy