________________
[૧૬] થવાનો સંભવ છે, તેથી સર્વ પ્રકારના માનને ઝેર, ઝેર અને ઝેર સમજી, તેથી દૂર રહાથી અહંભાવ ટળે છે, સંસારભાવ ટળે છે.
“માનાદિક શત્ર મહા, નિજ છંદે ન મરાય: જાતાં સદ્દગુરુ-શરણમાં, અલ્પ પ્રયાસે જાય.”
શ્રીમદ્ રાજચન્દ્રકૃત આત્મસિદ્ધિ આ “ગ્રન્થ-યુગલ’ના લખાણમાં જાણે--અજાણે વા અયોગ્યતાને લઈને કોઈ દોષો પ્રવેશ પામ્યા હોય તેની નમ્ર ભાવે પરમાત્મા પ્રત્યે અને વાચક વર્ગ પ્રત્યે ક્ષમા ઈચ્છી, જેના લક્ષમાં તેવા કોઈ દોષ જણાય તે જણાવવા કૃપા કરે એવી વિનંતી સાથે આ પ્રસ્તાવના પૂર્ણ કરું છું.
આ પુસ્તકના પ્રકાશન માટે રૂ. ૧૦૦૧) સ્વ. ગાંડાભાઈ વિઠ્ઠલદાસ કડીવાળાના સ્મરણાર્થે રેવાબેન તરફથી તથા રૂ૫૦૧) શ્રી મતીબહેન તે ફલચંદ છોગાલાલના ધર્મની તરફથી મળ્યા છે જે માટે તેઓને આભાર માનીએ છીએ.
પ્ર. આષાઢ સુદ ૧૦, સં. ૨૦૦૬). શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ,
અગાસ સ્ટેશન.
લિ. બ્રહ્મચારી ગેવનદાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org