________________
સમાધિશતક-વિવેચન
૧૪૯ કારણ કે જેનું માહાતમ્ય મનમાંથી ટળી ગયું, તેને માટે તે આત્માને કલેશિત કરવા ઈચ્છતું નથી.
સંસારી પદાર્થોને વિષે જીવને તીવ્ર સ્નેહ વિના એવાં કેધ, માન, માયા અને લેભ હોય નહીં, કે જે કારણે તેને અનંત સંસારને અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિષે તીવ્ર સ્નેહ વર્તતે હેય તેને કઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે, અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થમાર્ગવાળે જીવ તે ન હેય. પરમાર્થમાર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુખે. દુઃખમાં કાયરપણું કદાપિ બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નીરસપણું, પરમાર્થમાગી પુરુષને હોય છે.
તેવું નીરસપણું જીવન પરમાર્થજ્ઞાને અથવા પરમાર્થજ્ઞાની પુરુષના નિશ્ચયે થવું સંભવે છે; બીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થજ્ઞાને અપરમાર્થરૂપ એ આ સંસાર જાણું પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ, માન, માયા કે લેભ કેણ કરે ? કે ક્યાંથી થાય ? જે વસ્તુનું માહાત્મ્ય દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત કલેશ થતો નથી. સંસારને વિષે બ્રાંતિપણે જાણેલું સુખ, તે પરમાર્થજ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે, અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું માહાઓ લાગે ? એવી માહાસ્યવૃષ્ટિ પરમાર્થજ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે, તેનું કારણ પણ એ જ છે. કઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદક જ્ઞાન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org