________________
સમાધિશતક-વિવેચન
૧૩૭ ગ્ય જ નહોતું. આત્માને મલિન કરનાર તે પાંચ ઇંદ્રિયના વિષયે છે, આત્મા સિવાય બીજે મન ભટકે છે અને મલિનતાને સંચય કર્યા કરે છે. સદ્દગુરુના બેધથી આ મલિનતા ટળશે એમ એમને સમજાયું, તેથી શાંત વૃત્તિ કરી ત્યાં જ એકાગ્ર ચિત્તે ઊભા રહ્યા. શ્રી જનક રાજાને સમજાયું કે તે ઉપદેશને યેગ્ય હવે થયા છે એટલે તેમને બેલાવી, તેમની પૂજા કરી, તેમની સાથે પ્રેમથી વાત કરી. શ્રી વ્યાસજી સંબંધી સમાચાર પૂછયા. શ્રી વ્યાસજીના કહેવાથી આત્મજ્ઞાન અર્થે આપની પાસે આવ્યો છું એમ શુકદેવજીએ કહ્યું એટલે તેમને કહ્યું કે તમે જે નિર્ણય આત્મા સંબંધી કર્યો છે તે યથાર્થ છે. શ્રી વ્યાસજીએ તેમને કહ્યું હતું, તે જ મને પણ તેમણે જણાવ્યું હતું, તેની ઉપાસના કરવાથી મને જ્ઞાન પ્રગટ્યું છે. તમે ત્યાગી છે, મારાથી તે ત્યાગ બની શકતા નથી, પણ ભાવ તે વનમાં રહેવાના જ રહે છે. તમારી દશા બહુ સારી છે. હવે નિઃશંક થઈ, પાંચ ઇદ્રિ રેકી આત્મામાં સ્થિર થશે તે આનંદપૂર્ણ બનશે. તે જાણી શ્રી શુકદેવજી પરમપ્રેમે આત્મધ્યાન કરવા ચાલ્યા ગયા.
આ મર્મ આ ગાથામાં છે. ૩૧ મી ગાથામાં જે માર્ગ સગુરુએ દર્શાવ્યો તે સુશિષ્ય કેવી રીતે આરાળે તે વિષે પિતે જ આરાધક કહે છે - મેં મારા આત્માને, પાંચ ઇદ્રિના વિષમાં રમણ કરવાની ટેવ હતી, તેથી છેડાવી તેને મારામાં જ (આત્મામાં જ) આત્મવીર્ય વડે સ્થિર કર્યો કે જ્ઞાનસ્વરૂપ પરમ આનંદથી ભરપૂર હું બન્યા.
જીવ પિતાને ભૂલી ગયા છે અને તેથી સસુખને તેને વિગ છે, એમ સર્વધર્મસમ્મત કહ્યું છે.” શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org