________________
૧૨૮
ગ્રન્થ-યુગલ પરમાત્મસ્વરૂપ કે સત્ એ પિતાનું યથાર્થ સ્વરૂપ છે, તેની જેને માન્યતા થઈ છે એવા સંસ્કારી અંતરાત્માએ તે તે પૂર્ણપદની વારંવાર ભાવના કરી તે પરમાત્મપદના સંસ્કાર અચળ કરવા ગ્ય છે. તેથી આત્મ-સ્થિરતા કે સમ્યકચારિત્ર પ્રાપ્ત થાય છે. “જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણો સથી ભિન્ન અસંગ
મૂળ મારગ સાંભળો જિનનો રે, તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ-મૂળ0”
- શ્રીમદ્ રાજચંદ્ર આગળ ૨૭ મા પ્લેકમાં કહ્યું તેમ સર્વ સંકલ્પ તજવાથી પરમાત્મપદની ભાવના થાય છે. આ દ્રશ્ય જગતનું વિસ્મરણ થયા વિના સંકલ્પ-વિકલપિ ટળે નહીં. તે અર્થે ભક્તિમાર્ગ એ ટૂ કે રસ્તે છે. ભક્તિથી વિક, વિક્ષેપ મટે છે. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે જેથી સર્વ પ્રાણુ વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ શ્યતાની પ્રાપ્તિ હેય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર
પ્રથમ ભક્તિની શરૂઆતમાં ક્રાસો' હું પુરુષરૂપ પરમાત્માને દાસ છું, એ ભાવના રહે છે, પછી પરમેશ્વર તે જ હું છું—“ફોડડ્યું એ બીજી ભૂમિકા કે “મધ્યપાત્ર મહાભાગ્ય’–દશા છે “ક” એ પરાભક્તિ, પરમાત્મા સાથે અભેદદશા-સૂચક છે, તે ઉત્તમ ભૂમિકા છે. તે જ આત્મસ્થિરતા કે સ્થિતપ્રજ્ઞદશા છે.
- સદ્ગુરુના શુદ્ધ સ્વરૂપને હૃદયમાં સ્થિર સ્થાપી ઉપાસના કરવાને ક્રમ સૂચવતી ઉપનિષદૂમાં એક કથા છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org