________________
ગ્રન્થ યુગલ
સહન કરે અને પુત્રને ઉછેરવાના લહાવા મળ્યા માને છે. ઘણી વાર તે પુત્રનાં અપલક્ષણને, બીજાને મારવાની, અપશબ્દોથી અપમાન કરવાની, ચારી કરવાની આદિ દેવાને લાડમાં પાષે છે, નિશાળમાં જવાનું તેને ન ગમે કે શિક્ષકનો ત્રાસ લાગે તે તેને અભણ પણુ રાખે છે; આવે આંધળેા મેહ પુત્રનું અહિત અને પાતાનું અહિત સાધે છે. પુત્રના દેહને જ પુત્ર માનેલા હેાવાથી તેને સારું સારું ખાવાપીવાનું આપી ગધેડાની પેઠે જાડા કરવા ઇચ્છે છે; પચે, ન પચે તેપણ ભારે ખારાક ખવારી ખવારી માંઢા પણ કરે છે. માટે થાય ત્યારે તેને પરણાવવ ના લહાવા લેવા ઇચ્છે છે અને પરણાવીને ઘણી વાર તા પસ્તાય જ છે, કલેશનાં કારણેા ઊભાં થાય છે કે માબાપ ઉપરના પુત્રના ભાવ પલટાઈ અભાવ પ્રગટવા લાગે છે. આ બધા પ્રસંગે દુ:ખના હોવા છતાં પુત્રને પોતાની સંપત્તિ માની બહુરાત્મા પોતાને ભાગ્યશાળી માને છે. આછું આયુષ્ય હાય તેા પુત્રના મરણનું દુઃખ અકથ્ય થઈ પડે છે. જો પુત્ર સારા, કમાતા, અને લેાકેામાં વખણાતા હોય તે તા તેના મરણથી દુ:ખનેા પાર રહેતા નથી. એક પુત્રસંપત્તિની કલ્પનાથી કેટલાં કર્મ આંધી અહિરાત્મા જીવ ભારે કર્મી બને છે તે જણાવવા આટલું લખ્યું તે ઉપરથી અન્ય સંબંધા અને સંયાગાના વિચાર કરતાં સંસારમાં જીવના દુઃખને પાર નથી એમ આચાર્યને લાગતાં, આખું જગત અહિરાત્મભાવથી હણાઈ રહ્યું છે એમ લાગી આવતાં, આ Àાકમાં તેને માટે ખેદ પ્રદર્શિત કર્યાં છે— તે એવા ભાવથી કે બિચારા જીવાનાં આવાં દુ:ખા તેમને બહિરાત્મઢશા છૂટ૨ે જ મટે તેમ છે. તેથી સંસારદશામાં જે જે દુઃખા છે તેનું
૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org