________________
[૯]. અથવા “અનેક આત્મા” વિચારવામાં અડચણ નથી, માત્ર તમને અથવા કોઈ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે અને તે જાણવાના સાધન શમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. તે સાધન સિદ્ધ થયે, વૈરાગ્યઉપશમ વર્તમાન પરિણામી થયે “એક આત્મા છે કે અનેક આત્મા છે, એ આદિ પ્રકાર વિચારવા યોગ્ય છે.” સં. ૧૯૫૦
“ગવાસિષ્ટ’–જીવમાં જેમ ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ ગુણ પ્રગટે, ઉદય પામે તે પ્રકાર લક્ષમાં રાખવાના ખબર લખ્યા તે પત્ર પ્રાપ્ત થયું છે.
એ ગુણો જયાં સુધી જીવને વિષે સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી આત્મસ્વરૂપને વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે. આત્મા રૂપી છે, અરૂપી છે એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય છે તે કલ્પના જેવા છે. જીવ કંઈક પણ ગુણ પામીને જો શીતળ થાય તો પછી તેને વિશેષ વિચાર કર્તવ્ય છે. આત્મ-દર્શનાદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષપણું ઉત્પન્ન થયા પહેલાં ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે, જેથી હાલ તે સંબંધી પ્રશ્ન શમાવવા યોગ્ય છે.” સં. ૧૯૫૦
યોગવાસિષ્ઠાદિ જે જે રૂડા પુરુષોનાં વચનો છે તે સૌ અહંવૃત્તિનો પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઈ છે, તે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થકરાદિ મહાત્માનું કહેવું છે; અને તે જ વાકય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે, અને તે જ વાક્ય અનુપ્રેક્ષાયોગ્ય મુખ્યપણે છે. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યાં છે. અહંતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા, કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજા-શ્લાઘાદિ પામવા અર્થે, કોઈ મહા પુરુષનો કંઈ ઉદેશ છે નહીં, અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાની પુરુષની છે. પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એવો મહિમાયોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટનું નથી, પણ અલ્પ પણ નિજદોષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે, અને તે ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org